આ વખતે હોલીકા દહનનો સમય ખૂબ જ સીમિત

આ વખતે હોલીકા દહનનો સમય ખૂબ જ સીમિત

હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનાની પૂનમની તિથિએ હોલીકા દહન થાય છે. ત્યારે આ વર્ષે હોલીકા દહનનો સમય ખૂબ જ સીમિત રહેશે. ભદ્રાકાળની અસરને કારણે શુભ મૂહુર્ત માત્ર 1 કલાક અને 4 મિનિટનો છે. પૂનમની તિથિ 13 માર્ચ, ગુરુવાર સવારે 10.35 કલાકે શરૂ થશે. તેની સમાપ્તિ 14 માર્ચ, શુક્રવાર બપોરે 12.23 કલાકે થશે. શુભ મુહૂર્ત 13 માર્ચ, રાત્રે 11.26થી 12.30 કલાક સુધીનો છે.