મોઢવાડિયા બાદ આ નેતાએ કર્યો ખુલાસો
BJPમાં જોડાવાની વાતો વહેતી થતા મહીસાગરના લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે એક મોટો ખુલાસો કર્યો છે. ગુલાબસિંહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર જવાબ આપ્યો છે કે, મારી સાથે કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાવવાની વાત થઈ રહી છે જે તદ્દન ખોટી છે. હું કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું અને કોંગ્રેસ માં જ રહીશ. માટે કોઈએ ખોટી અફવાઓમાં આવવું નહિ. આ વાત પાયાવિહોણી છે.