*કચ્છના મોરગર ગામે અસામાજિક તત્વો દ્વારા સમાધિઓને નુકશાન કરાતાં તંત્રને રજૂઆત.- રમેશ ગોસ્વામી “સારથિ”

કચ્છ ના નખત્રાણા તાલુકાના મોરગર ગામે અસામાજિક તત્વો દ્વારા ગોસ્વામી સમાજની સમાધિઓ ને કિન્નાખોરી રાખી ને ગેર ઇરાદા થી નુકશાન કરાતાં પીઆઈ ને રજૂઆત કરી કડક કાર્યવાહી ની માંગ કરવામાં આવી હતી.
મોરગર ગામે સમાધિ સ્થળ ને અમુક તત્વો દ્વારા નુકસાન કરવામા આવેલ હોવાની માહિતી પંથક ના સામાજિક અગ્રણી ને જાણ થતાં તેઓ એ સમાજ ના આગેવાનો ને સાધી ને આવા તત્વો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી ની માંગ કરી હતી.ડુંગરપાચાળા પંથક ના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રગીરીજી ગોસ્વામી એ ઘટના ની જાણ શ્રી અખીલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખશ્રી અમૃતગીરીજી ગોસ્વામી, પુર્વ પ્રમુખ શ્રી મનોજપુરીજી ગોસ્વામી,મહામંત્રીશ્રી ત્રંબકપુરીજી ગોસ્વામી, ગાંધીધામ યુવક મંડળના પ્રમુખ શ્રી નવીનગીરીજી ગોસ્વામી, ગુજરાત મહામંડળના યુવા ઉપપ્રમુખશ્રી મંથનગીરી ગોસ્વામી, મહામંડળ કચ્છ પ્રદેશ યુવક મંડળના પ્રમુખ શ્રી જયેશગીરી ગોસ્વામી, મહામંડળ કચ્છ પ્રદેશના ઉપપ્રમુખ વિજયગીરી ગોસ્વામી,અખિલ કચ્છ યુવક મંડળના મહામંત્રી શ્રી એડવોકેટ કીશનગીરી, ઉપપ્રમુખ દિનેશગીરી,
મંત્રીશ્રી રાહુલગીરી,નખત્રાણા દશનામ ગોસ્વામી શહેર પ્રમુખ મનોજપુરી, અખિલ કચ્છ ગોસ્વામી સમાજના મંત્રી દિનેશભારથી (નખત્રાણા) અખિલ કચ્છ યુવક મંડળનાં ઉપપ્રમુખ મુકેશગીરી, એડવોકેટ શ્રી અમિતગીરી, સુરેશગીરી, ચેતનપુરી, વગેરે સમાજ ના લોકો એ સ્થાનિક ની મુલાકાત લઈ સ્થળ નિરિક્ષણ કર્યું હતું.ત્યાર બાદ કચ્છના મુખ્ય જીલ્લા સરકારી વકીલ શ્રી કલ્પેશગીરી એ સહકાર આપેલ અને નખત્રાણા ના પી. આઈ. સાહેબને કાયદેસર કાર્યવાહી કરવા તથા યોગ્ય તપાસ કરવા રજૂઆત કરેલ. નખત્રાણા પોલીસ સ્ટેશન ના પી.આઇ. શ્રી ઠુમર સાહેબ ને રુબરુ મળી એફ.આઇ.આર. દાખલ કરવા તેમજ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસર ની કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામા આવી.
પી.આઇ.શ્રી ઠુમર સાહેબે ઘટતું કરવા ની ખાતરી આપી હતી. આવા અસામાજિક તત્વો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા શ્રી અખિલ કચ્છ દશનામ સમાજ દ્વારા માંગણી કરવા માં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *