રામ મંદિર માટે સુંદર દરવાજા અહીં બન્યા
અયોધ્યામાં રામ મંદિર માટે 14 દરવાજાઓ બની રહ્યા છે. મહારાષ્ટ્રથી આવેલા સાગના લાકડાથી આ દરવાજાઓ તૈયાર કરાયા છે. તેના પર તાંબાની વરખ ચઢાવાઈ રહી છે, પછી તેને સુવર્ણ જડિત કરાશે. તેના પર ગજ, વિષ્ણુ કમળ, સ્વાગતની પ્રણામ મુદ્રામાં દેવી ચિત્ર જોવા મળે છે. દરવાજાઓને હૈદરાબાદની કંપનીના શ્રમિકો બનાવી રહ્યા છે. દરવાજાઓ ખૂબ જ સુંદર છે. તેની કોતરણી અદ્દભૂત છે. કોટિંગ કરવા માટે દરવાજાઓને દિલ્હી લવાયા છે.