સામાન્ય પરિવારની પોલીસની દીકરીએ નર્મદાનું અને ગુજરાતનું નામ રોશન કર્યુ

ધોરણ 10 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ નીરાજપીપલા નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલાની વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતમા બીજા નંબરે

ગુજરાતમા દ્વિતીય અને નર્મદા જિલ્લામા પ્રથમ અપેક્ષા દેશમુખ 99.98 PR અને 98 % મેળવતી વિદ્યાર્થી ની

સામાન્ય પરિવારની પોલીસની દીકરીએ નર્મદાનું અને ગુજરાતનું નામ રોશન કર્યુ

રાજપીપલા, તા 8


આજે ધોરણ 10 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું હતું જેમાં રાજપીપલા નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલાની વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતમા બીજા નંબરે આવતા નવદુર્ગા હાઈસ્કૂલે સમગ્ર ગુજરાતમા ડંકો વગાડી નર્મદાનું નામ રોશન કર્યુ હતું.
નવદુર્ગા હાઈસ્કૂલ ની તેજસ્વી વિધાર્થીની અપેક્ષા દેશમુખ શૈલેષભાઇએસમગ્ર ગુજરાતમા દ્વિતીય અને નર્મદા જિલ્લામા પ્રથમ ક્રમે આવી અપેક્ષા દેશમુખે 99.98 PR અને 98 % મેળવી શાળા નું નામ રોશન કર્યુ છે.સામાન્ય પરિવારમાંથી આવેલ પોલીસની દીકરી અપેક્ષાએ નર્મદાનું અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે


આકાંક્ષી જિલ્લા નર્મદામા બોર્ડમાં બીજા નંબરે આવવાની આ બીજી ઘટના છે આ આગાઉ રાજપીપલા હાઈસ્કૂલનો વિદ્યાર્થી ગુજરાતમા બીજો આવ્યો હતો 45 વર્ષ પછી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે

અપેક્ષાના જણાવ્યા અનુસાર મોબાઈલના ડિજિટલ યુગમાં અપેક્ષા મોબાઈલથી દૂર રહી હતીઅને એનો શ્રેય પોતાના માતા પિતા અને શાળા ના શિક્ષકોને આપ્યો હતો.સખત પરિશ્રમ અને સતત વાંચન સફળતા અપાવે છે એમ અપેક્ષા એ જણાવ્યું હતું
નર્મદા હાઈસ્કૂલના પાંચ વિદ્યાર્થી ઓ ટોપ 5 મા આવ્યાહતા
પાંચમી વખત નર્મદા હાઈસ્કૂલ નું પરિણામ 100%આવ્યું
હોવાનું આચાર્ય વિરલ પટેલે જણાવી વિદ્યાર્થી ઓને અભિનંદન આપ્યા હતા.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામમાં નર્મદા જિલ્લાનું પરિણામ 88.40% આવ્યું હતું. જેમાંA1 ગ્રેડ મા કુલ 103 વિદ્યાર્થીઓ આવ્યા હતા. જયારે100%પરિણામ વાળી 30 શાળાઓ નોંધાઈ હતી.ગત વર્ષ કરતાં આ વર્ષે સો ટકા પરિણામ વાળી પાંચ શાળાઓ વધી હતી
તો શૂન્ય ટકા વાળી શાળા એક પણ આવીનથી.જોકેછેલ્લા ત્રણ વર્ષમા નર્મદા જિલ્લાના પરિણામ મા સતત વધારોજોવા મળ્યો છે.ગત વર્ષ કરતા આ વર્ષે જિલ્લા ના પરિણામમા 1.86% પરિણામ વધારે નોંધાયું હતું.

નર્મદા જિલ્લાનું કેન્દ્રવાર પરિણામ જોતા સૌથી વધુ પરિણામ વાડવા કેન્દ્રનું 94.44 ટકા આવ્યું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામવાળા કેન્દ્રનું 74.32 ટકા આવ્યુંછે જયારે
રાજપીપળા કેન્દ્ર નું પરિણામ 89.83 ટકા છે.

ઉપરાંત 100 %પરિણામ મેળવનારી શાળાઓમા નવદુર્ગા હાઈસ્કૂલ ઉપરાંત જયઅંબે સ્કૂલ,સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા,જયરામકૃષ્ણ ઈંગ્લીસ મીડિયમ સ્કૂલ, નવાગામ સહીત 30 શાળાઓનો સમાવેશ થયો છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા