ઉનાળુ પાક માટે કરજણ જળાશયનું પાણી આશિર્વાદ રૂપ

ભરૂચ અને નર્મદ નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે

ઉનાળામાં મોટાભાગના જળાશયોમાં ગરમીને કારણે પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે ત્યારે નર્મદાના એક માત્ર કરજણ ડેમમાંપૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

ઉનાળુ પાક માટે કરજણ જળાશયનું પાણી આશિર્વાદ રૂપ છે.

રાજપીપલા, તા.9

 

રાજપીપલા નજીક જીતગઢ ખાતે આવેલો કરજણ ડેમ ભરૂચ અને નર્મદ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે.હાલ ઉનાળામાં મોટાભાગના જળાશયોમાં ગરમીને કારણે પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે ત્યારે નર્મદાના એક માત્ર કરજણ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કરજણ ડેમમાં અત્યારે 70% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

ખાસ કરીને સિંચાઈ માટે આ ડેમનું પાણી ખૂબ ઉપયોગી છે. કરજણ ડેમપોણભાગનો ભરેલો હોઈ
હજી ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે
ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવે છે.

રાજપીપલા ખાતે કરજણ કિનારા
ના ખેડૂતોને ઉનાળુ પાક માટે ઉપયોગી થઈ પડે એ માટે નદીના હેઠવાસમાં પાણી હાલ ડેમમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉપરાંત કરજણ જળાશયના જમણા કાંઠાની નહેરમાં પણ 40 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

કરજણ ડેમમાં હજી ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે આમ ઉનાળુ પાક માટે કરજણ જળાશયનું પાણી આશિર્વાદ રૂપ છે. સાચા અર્થમાં ખેડૂતોમાટે કરજણ ડેમ આશિર્વાદરૂપપુરવાર થયેલ છે

કરજણ ડેમનો લાઈવ સ્ટોરેજ 339.84 મિલિયન ઘન મીટર છે.
અને ગ્રોસ સ્ટોરેજ 363.85 મિલિયન ઘન મીટરછે.કરજણડેમ ની સપાટી 108.63 મીટર છે

તસવીર દીપક જગતાપ, રાજપીપલા