5 લાખ OBC પ્રમાણપત્રો રદ્દ
કલકત્તા હાઈકોર્ટે 2010 પછી મમતા સરકાર દ્વારા આપેલા તમામ OBC પ્રમાણપત્રો રદ્દ કરી દીધા છે. હાઈકોર્ટના આ નિર્ણયથી લગભગ 5 લાખ લોકોને અસર થશે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે આ નિર્ણય સામે વાંધો વ્યક્ત કરતા તેને ભાજપનો નિર્ણય ગણાવ્યો છે. CM મમતા બેનર્જીએ કહ્યું કે, અમે આ નિર્ણય સ્વીકારીશું નહીં. અમારા દ્વારા લાવવામાં આવેલ OBC અનામત ચાલુ રહેશે. જરૂર પડશે તો અમે આ આદેશ સામે ઉચ્ચ અદાલતમાં જઈશું.