100 થી વધુ યુવતીઓ પર સામૂહિક બળાત્કારના આરોપીઓ ફારુક ચિસ્તી. નફિસ ચીસ્તી,અને અનવર ચિશ્તી યુથ કોંગ્રેસના નેતાઓ હતા.

  • 100 થી વધુ યુવતીઓ પર સામૂહિક બળાત્કારના આરોપીઓ ફારુક ચિસ્તી. નફિસ ચીસ્તી,અને અનવર ચિશ્તી યુથ કોંગ્રેસના નેતાઓ હતા.

એકને છોડવા પર બીજીને લાવવાની રાખતા હતા શરત, 32 વર્ષ પછી આવ્યો નિર્ણય.

  • રાજસ્થાનના અજમેર જિલ્લામાં ગેંગરેપ અને બ્લેકમેલિંગના મામલામાં 32 વર્ષ બાદ કોર્ટનો નિર્ણય આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલા 6 આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે

અજમેર, 20 ઓગસ્ટ: અજમેર જિલ્લામાં થયેલા દેશના બહુચર્ચિત ન્યૂડ પિક્ચર બ્લેકમેલ કૌભાંડમાં આજે કોર્ટનો નિર્ણય આવ્યો છે. આ કેસમાં 32 વર્ષ બાદ લેવાયેલા નિર્ણય મુજબ કોર્ટે બાકીના સાતમાંથી છ આરોપીઓને દોષિત ઠેરવ્યા અને સજા સંભળાવી છે. બ્લેકમેલ કૌભાંડમાં સામેલ આરોપીઓમાં નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈન છે. કોર્ટે આ તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.એક છોકરીને છોડવા માટે તેઓ બીજી છોકરી લાવવાની રાખતા હતા શરત.આરોપીઓએ પહેલા એક છોકરીને પોતાની ચુંગાલમાં ફસાવતા હતા અને પછી પ્રથમ છોકરીને છોડવાના બદલામાં તેઓએ તેની સામે બીજી છોકરી લાવવાની શરત રાખતા હતા. આ રીતે આરોપીઓએ એક પછી એક 100થી વધુ કોલેજીયન યુવતીઓ સાથે ગેંગરેપ કર્યો હતો. સામૂહિક બળાત્કાર દરમિયાન આરોપીઓ યુવતીઓના નગ્ન ફોટોગ્રાફ્સ પણ લેતા હતા. આ દરમિયાન એક કલર લેબમાંથી અનેક યુવતીઓના નગ્ન ફોટા આખા શહેરમાં ફેલાઈ ગયા હતા. આ ઘટના 32 વર્ષ જૂની છે, જેના પર આજે કોર્ટનો નિર્ણય આવ્યો.અશ્લીલ ફોટોગ્રાફ્સ બ્લેકમેલ કાંડ

આ સમગ્ર કેસમાં 18 આરોપીઓ હતા જેમાંથી 9ને દોષિત ઠેરવવામાં આવ્યા છે. નફીસ ચિશ્તી, સલીમ ચિશ્તી, સોહેલ ગની, ઝમીર હુસૈન, ઈકબાલ ભાટી અને ટારઝનને લઈને આજે નિર્ણય આવ્યો છે. સરકારી વકીલ અને બચાવ પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ સમગ્ર કૌભાંડને 32 વર્ષ પહેલા ‘અશ્લીલ ફોટોગ્રાફ બ્લેકમેલ સ્કેન્ડલ’ નામ આપવામાં આવ્યું હતું. આ કેસમાં અનવર ચિશ્તી, ફારૂક ચિશ્તી, પરવેઝ અંસારી, મોઇનુલ્લાહ ઉર્ફે પુત્તન અલ્હાબાદી, ઈશરત ઉર્ફે લલ્લી, કૈલાશ સોની, મહેશ લુધાની, શમશુ ચિશ્તી ઉર્ફે મેનરાડોના અને ટારઝનની ધરપકડ કરવામાં આવી હતી.અજમેરમાં યુથ કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ ફારૂક ચિશ્તી તેના સહયોગી નફીસ અને તેના સાગરિતો કોલેજની છોકરીઓનો શિકાર કરતા હતા. તેઓ ફાર્મહાઉસ અને રેસ્ટોરન્ટમાં પાર્ટીઓના નામ પર છોકરીઓને બોલાવતા અને પછી તેમને નશો કરાવીને પછી સામૂહિક બળાત્કાર કરતા હતા. આ પછી આરોપી તેના નગ્ન ફોટોગ્રાફ્સ લેતા હતા. નગ્ન તસવીરોના નામે આરોપી યુવતીઓને બ્લેકમેલ કરતા હતા અને અન્ય યુવતીઓને પોતાની સાથે લાવવા માટે દબાણ કરતા હતા. આ રીતે એક પછી એક છોકરીઓ તેમની ચુંગાલમાં ફસાતી ગઈ હતી.18 પીડિતાઓએ આપ્યા હતા નિવેદનો.મામલો પ્રકાશમાં આવે તે પહેલા કેટલીક યુવતીઓ હિંમત દાખવીને પોલીસ પાસે ગઈ હતી, પરંતુ પોલીસે માત્ર તેમના નિવેદનો નોંધીને મામલો થાળે પાડ્યો હતો. બીજી તરફ આરોપીઓએ નિવેદન આપનાર યુવતીઓને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. પહેલા તો આરોપીઓ ખુલ્લેઆમ ફરતા અને પછી તેમને ધમકાવવાની અસર એ થઈ કે તે યુવતીઓ ક્યારેય પોલીસ સમક્ષ ગઈ જ નહીં. જોકે બાદમાં 18 પીડિતાઓએ આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં નિવેદનો આપ્યા હતા. બાકીની છોકરીઓ ભૂગર્ભમાં જતી રહી.કલર લેબમાંથી તસવીરો થઈ હતી લીક

અજમેરની કલર લેબમાંથી ‘અશ્લીલ ફોટોગ્રાફ્સ બ્લેકમેલ કૌભાંડ’નો પર્દાફાશ થયો હતો. જ્યારે ત્યાં રાખવામાં આવેલા કેટલાક અશ્લીલ ફોટા લીક થયા અને શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. પોલીસે જ્યારે કેસ નોંધીને તપાસ શરૂ કરી ત્યારે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. અશ્લીલ ફોટોગ્રાફ બ્લેકમેલ કાંડમાં 100થી વધુ યુવતીઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. શરૂઆતની તપાસમાં એક પણ પીડિતા આગળ આવી રહી ન હતી ત્યારબાદ પોલીસે તે તસવીરો દ્વારા યુવતીઓ સુધી પહોંચવાનું શરૂ કર્યું હતું. આ કેસ પછી કેટલીક છોકરીઓએ આત્મહત્યા પણ કરી લીધી હતી.

2 thoughts on “100 થી વધુ યુવતીઓ પર સામૂહિક બળાત્કારના આરોપીઓ ફારુક ચિસ્તી. નફિસ ચીસ્તી,અને અનવર ચિશ્તી યુથ કોંગ્રેસના નેતાઓ હતા.

  1. https://www.telqq.com Telegram群组,Telegram群组导航。收录Telegram上的优质频道和群组,打造一个高质量Telegram导航。TGNAV收录整理了Telegram上的许多优质频道、群组、机器人,帮助用户发现更多优质的群组。

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *