મૃતદેહ બીજા પરિવારને સોંપતાં સુપ્રીમ કોર્ટે હોસ્પિટલને 25 લાખનો દંડ કર્યો. – સુરેશ વાઢેર.

કેરળની એર્નાકુલમ હોસ્પિટલમાં 30 ડિસેમ્બર 2009 ના રોજ પુરુષોત્તમનું અવસાન થયું હતું. એ જ હોસ્પિટલમાં બીજા દિવસે એપી કાંતિ નામના અન્ય દર્દીનું પણ મૃત્યુ થયું હતું. હોસ્પિટલે પુરુષોત્તમનો મૃતદેહ એપી કાંતિના પરિવારને સોંપ્યો હતો.

ત્યારબાદ જ્યારે પુરુષોત્તમના પરિવારજનો આવ્યાં ત્યારે એપી કાંતિનો મૃતદેહ તેમને સોંપવામાં આવ્યો હતો. ત્યાં સુધીમાં એપી કાંતિના પરિવારજનોએ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો.

હોસ્પિટલની આ બેદરકારી સામે પુરુષોત્તમના પરિવારના સભ્યો રાજ્ય અને રાષ્ટ્રીય ગ્રાહક ફોરમ પહોંચ્યાં હતાં. બાદમાં જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે હોસ્પિટલને સેવામાં બેદરકારી માટે જવાબદાર ગણવામાં આવી હતી. જસ્ટિસ હિમા કોહલીની આગેવાની હેઠળની બેન્ચે હોસ્પિટલને 25 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો.

આ મામલો અગાઉ રાજ્ય ગ્રાહક ફોરમ સુધી પહોંચ્યો હતો. ત્યાંથી હોસ્પિટલને પુરુષોત્તમના પરીવારને 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની સૂચના આપવામાં આવી હતી.

આ નિર્ણય સામેનો મામલો નેશનલ કન્ઝ્યુમર ફોરમમાં પહોંચ્યો હતો. ત્યાંથી વળતરની રકમ ઘટાડીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. આ પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે નેશનલ કન્ઝ્યુમર ફોરમના નિર્ણયને ફગાવી દીધો હતો.

આ નિર્ણય સામેનો મામલો નેશનલ કન્ઝ્યુમર ફોરમમાં પહોંચ્યો હતો. ત્યાંથી વળતરની રકમ ઘટાડીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. આ પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે નેશનલ કન્ઝ્યુમર ફોરમના નિર્ણયને ફગાવી દીધો હતો.

કોર્ટે કહ્યું કે, હોસ્પિટલે સેવામાં બેદરકારી દાખવી છે. હોસ્પિટલે અરજદારના પિતાનો મૃતદેહ અન્ય પરિવારને સોંપ્યો હતો, જેમણે અંતિમ સંસ્કાર પણ કર્યા હતાં. આવી સ્થિતિમાં હોસ્પિટલ પોતાની જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે હોસ્પિટલે અરજદાર પુરુષોત્તમના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવું જોઈએ.

Suresh vadher

0 thoughts on “મૃતદેહ બીજા પરિવારને સોંપતાં સુપ્રીમ કોર્ટે હોસ્પિટલને 25 લાખનો દંડ કર્યો. – સુરેશ વાઢેર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *