જુનાગઢની એક આશાસ્પદ કોલેજમાં અભ્યાસ કરતી સાયન્સની વિદ્યાર્થીનીએ મેડીકલ કોલેજમાં નીટની પરીક્ષામાં જરૂરી માર્ક ન મળતા હતાશ થયેલ યુવતીએ પોતાના જન્મ દિનના દિવસે જ જન્મ દિનની ઉજવણી પૂર્ણ કરી આઈસ્ક્રીમ લેવા જવાના બહાને ઘરેથી નીકળી બાજુમાં આવેલ બિલ્ડીંગના 13માં માળેથી મોતની છલાંગ લગાવી દેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
જુનાગઢ મધુરમ વિસ્તારના શ્રીનગર સોસાયટીમાં રહેતી વૃતિ જીગ્નેશભાઈ વાઘેલા (ઉ.18) નામની યુવતીનો તા.17/8/2024ના જન્મ દિન હોય 18 વર્ષ પૂર્ણની ખુશીમાં પરિવારજનો સાથે ખુશી મનાવી રહી હતી બાદ આઈસ્ક્રીમ લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.
આજુબાજુમાં શોધખોળ કરવામાં આવી હતી. કોઈ જ મત્તો લાગ્યો ન હતો. બાદમાં યુવતી પોતાના ઘરની નજીકના બાલાજી હાઈટસ નામની 13 માળની બિલ્ડીંગની અગાસી ઉપર ચડી ગઈ હતી મોડી રાત્રીના 13માં માળેથી મોડી રાત્રીના છલાંગ લગાવી દેતા મોટો અવાજ આવ્યો હતો. સ્થાનિક રહીશોએ બહાર નીકળી કંઈક અજુગતું બન્યાનું માની તપાસ કરતા યુવતીની લોહીલોહાણ હાલતમાં નીચે મૃત હાલતમાં પડી હતી.
જેની સી ડીવીઝન પોલીસમાં જાણ કરાતા ડીવાયએસપી ધાંધલ્યા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. વૃતિ વાઘેલાએ 12 ધોરણ બાદ બે વખત નીટની પરીક્ષા આપી હતી. પરંતુ બન્નેવાર જરૂરી સકોર ન મલતા મેડીકલમાં પ્રવેશ ન મળવાના કારણે મનોમન લાગી આવતા આત્મહત્યા કરી લીધી હતી. આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બે વખત નીટની પરીક્ષા આપવા છતાં નિષ્ફળતા મળતા કોલેજીયન યુવતીએ અંતિમ પગલુ ભર્યુ : પરિવારજનોમાં કાળો કલ્પાંત: પોલીસ ઘટના સ્થળે દોડી આવી