કુમકુમ મંદિર દ્વારા દુબઈ એ નદીમાં ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો.

કુમકુમ મંદિર દ્વારા દુબઈ એ નદીમાં ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો.

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ દ્વારા દુબઈની નદીમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ ઉપર પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલદાસજીએ જણાવ્યું હતું કે,
આ પ્રસંગે સ્પેશિયલ બોટની અંદર જનમંગલ ના પાઠ કરવામાં આવ્યા હતા અને સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન અને પ્રાર્થના કરવામાં આવ્યા હતા.
આ દુબઈની ભૂમિ ઉપર સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજીસ્વામી ત્રણ વખત સત્સંગ પ્રચાર અર્થે પધારેલા છે.
કુમકુમ મંદિરના સંતો તારીખ 16 જુલાઈ થી 16 ઓગસ્ટ સુધી london સત્સંગ પ્રચાર અર્થે પધારશે. અને ત્યાં સ્ટેનમોર વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ -ખાતે નિત્ય સત્સંગ સભામાં અને ભક્તોને લાભ આપશે.

Posted in All