*કુમકુમ મંદિરના સંતોનું તા. ૧૬ જુલાઈથી લંડનમાં આગમન.*

*કુમકુમ મંદિરના સંતોનું તા. ૧૬ જુલાઈથી લંડનમાં આગમન.*

*તા. ૬ ઓગષ્ટે કુમકુમ લંડન મંદિરનો ૧૦મો પાટોત્સવ ઉજવાશે.- સાધુ પ્રેમવત્સલદાસજી*

સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના સંતો ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે તા. ૧૬ – ૭ – ર૦ર૩ થી લંડન પધારી રહ્યા છે.

તા. ૧૬ ઓગષ્ટ સુધી લંડનના પાર રોડ – સ્ટેનમોર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ – કુમકુમ – યુ.કે. ખાતે નિવાસ કરશે અને નિત્ય સાંજે ૭ – ૦૦ થી ૯ – ૦૦ સત્સંગ સભામાં શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી ભાવિક ભક્તોને અમૃતવાણીનો લાભ આપશે.

આ વિચરણ દરમ્યાન કીર્તનભક્તિ, શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ,શ્રી હરિનું ષોડ્શોપચારથી પૂજન, સામૂહીક આરતી,યુવા શિબિર આદિ વિવિધ કાર્યક્રમો યોજાશે.

*આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે*, કુમકુમ મંદિર લંડન છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત છે. તા. ૬ ઓગષ્ટના રોજ ૧૦મા પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે.સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી લંડનની ભૂમિ ઉપર ૮ વખત પધાર્યા છે અને સૌને સંસ્કાર અને સદાચારના પિયુષ પાયા છે.

વધુ માહિતી માટે સંપર્ક કરવો :- જાદુભાઈ હીરાણી – 4447917080602

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો. ૯૮૯૮૭૬૫૬૪૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *