મોદી તુમને ને કર દીયા કમાલ

લેખક :દીપક જગતાપ
………………………………..
મોદી તુંમને ને કર દીયા કમાલ
લેખક :દીપક જગતાપ
………………………………..
હેપી બર્થડે પીએમ મોદી :

…………………………………
વિકાસ પુરુષ મોદી સરકાર ના 9વર્ષ : વિકસિત ભારતનો વિશ્વમાં ડંકો વગાડ્યો
………………………………..
મોદીની દુરંદેશીતાને કારણે ચન્દ્રયાન -આદિત્ય યાન દ્વારા
ભારત ચન્દ્ર સુધી, સૂર્ય તરફ પહોંચ્યું
………………………………..
જી -20ની સફળતાએ મોદીએ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું
…………………………………

આજે નરેન્દ્રમોદીનું નામ 140 કરોડ નાગરિકોના મોઢે સૌથી વધુ ચર્ચાતું અતિલોકપ્રિય નામ છે. ટૂંકા ગાળામાં ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને વડા પ્રધાન સુધી પહોંચવાની સફર સૌ કોઈને ઈર્ષ્યા ઉપજાવે છે. એક તરફ એકલા મોદી અને બીજી તરફ વિરોધ પક્ષોનો કાફલો એમના વિરોધ વંટોળ સામે અડીખમ ઉભા રહેનાર નરેન્દ્રભાઈ મોદીને હરાવી તો ન શક્યા પણ વિરોધ પક્ષ ખુદ મોદીના વિકાસની આંધીમાં ક્યાંક ફાંગોળાઈ ગયા.
વિકાસ પુરુષના નામથી જાણીતા બનેલા મોદી નું ડ્રિમ સ્વપ્ન વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની સ્ટેચ્યુ ઑફ યુનિટીનું નિર્માણ કરી વિશ્વના પ્રવાસીઑને આકર્ષ્યા.
મોદી સરકાર ના 9વર્ષ માં વિકસિત ભારતનો વિશ્વમાં ડંકો વગાડી દીધો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીના પરિણામે વૈશ્વિક સ્તરે ભારતનું ચિત્ર ઘણું બદલાઈ ગયું.

પીએમ મોદીની દુરંદેશીતાને કારણે ચન્દ્રયાન -આદિત્ય યાન દ્વારા ભારત ચન્દ્ર સુધી, સૂર્ય તરફ પહોંચી ટેક્નોલોજીની દુનિયામાં વિશ્વના નામ અંકિત કરી દેશને ગૌરવ અપાવ્યું. તો છેલ્લે જી -20ની સફળતાએ મોદીએ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું. મોદી હે તો મુમકીન હે એ વાત લોકો પણ સ્વીકારતાં થયાં. જેને કારણે પ્રતિદિન એમની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. ત્યારે 17મી સપ્ટેમ્બરે મોદીનો જન્મદિવસ છે ત્યારેસમગ્ર દેશ મોદીનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાય છે. મોદી સૈનિકોની વચ્ચે જઈને જન્મદિવસ ઉજવે છે. ભારત વિશ્વની મહાસત્તા બનવાની તાકાત ધરાવે છે ત્યારે મોદી જેવા વડાપ્રધાનની આ દેશને તાતી જરૂર છે આજના જન્મદિવસે નરેન્દ્રભાઈ ને દિલથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ. કે તમે દેશને ઉન્નતભારત, શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત તરીકે વિકસાવો એવી અગ્રીમ શુભકામના.

 

એમના રાજકીય કાર્યકાળની વાત કરીએ તો શ્રી નરેન્દ્ર મોદીએ 30 મે, 2019નાં રોજ ભારતનાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પ્રધાનમંત્રી તરીકે તેમનાં બીજા કાર્યકાળની શરૂઆત હતી. આઝાદી પછી જન્મેલા ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી શ્રી મોદીએ અગાઉ વર્ષ 2014 થી 2019 દરમિયાન પ્રધાનમંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. વળી તેઓ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી એટલે કે ઓક્ટોબર, 2001થી મે, 2014 સુધી સેવા આપનાર મુખ્યમંત્રીની ઉપલબ્ધિ પણ ધરાવે છે.

વર્ષ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં મોદીનાં નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષે વિક્રમી વિજય મેળવ્યો હતો. તેમજ બંને ચૂંટણીઓમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આ અગાઉ માત્ર વર્ષ 1984માં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં કોઈ પણ રાજકીય પક્ષે આ પ્રકારે સ્પષ્ટ બહુમતી મેળવી ન હતી.

‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’નાં મંત્ર સાથે મોદીએ વહીવટી પ્રક્રિયામાં મોટા પાયે પરિવર્તન લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જે સમાવેશકતા, વિકાસલક્ષી અભિગમ અને ભ્રષ્ટાચારમુક્ત શાસન તરફ દોરી ગઈ છે. પ્રધાનમંત્રી સરકારી યોજનાઓ કે સરકારી સેવાઓનાં લાભ અંત્યોદયનો ઉદ્દેશ પાર પાડે કે છેવાડાનાં માનવી સુધી પહોંચે એ માટે ઝડપથી, વ્યાપકપણે કામ કરી રહ્યાં છે.

અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ નોંધ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત ઝડપથી ગરીબી નાબૂદી કરવા અગ્રેસર છે. આ માટે કેન્દ્ર સરકારનાં ગરીબલક્ષી શ્રેણીબદ્ધ નિર્ણયો જવાબદાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીના પરિણામે વૈશ્વિક સ્તરે ભારતનું ચિત્ર ઘણું બદલાઈ ગયું છે. વિપક્ષના તમામ અવરોધોને અવગણીને પીએમ મોદી દેશની સ્થિતિ સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમની યોજનાઓ દેશના ગરીબ વર્ગની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ સાબિત થઈ છે. આજે પીએમ મોદીની સત્તાના 9 વર્ષ પૂરા થયા છે એટલે કે છેલ્લા નવ વર્ષથી તેઓ આ દિશામાં કામ કરી રહ્યા છે.

26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા અને 5 વર્ષના સફળ કાર્યકાળ બાદ તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં ફરી ઐતિહાસિક જીત મેળવી અને હજુ સુધી આ પદ પર કાર્યરત છે. તેમના કાર્યકાળ દરમિયાન શરુ થયેલી યોજનાઓએ લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યું છે. વડાપ્રધાન મોદીની સત્તાના 9 વર્ષ દરમિયાન તમામ યોજનાઓ સફળ રહી છે. જોકે, આ સરળ ન હતું કારણકે દેશમાં વિપક્ષને પ્રજાના ભવિષ્ય કરતાં રાજકારણમાં વધુ રસ હતો.

જે ગામડામાં શૌચાલય હોવું એ માત્ર સપનું હતું. ત્યાં આજે ‘હર ઘર શૌચાલય’ જોવા મળે છે. ખુલ્લામાં શૌચક્રિયાને સામાન્ય માનતા લોકો પણ અરજી કરીને આ યોજનાનો લાભ ઉઠાવવા માગે છે. આ જ રીતે, અંતરિયાળ વિસ્તારોમાં પાણી માટે જે લોકોને લાંબી લાઈનોમાં ઊભવું પડતું હતું એમના માટે મોદી સરકાર ‘હર ઘર નલ યોજના’ લાવી.
હર ઘર નલ યોજનાનો ઉદ્દેશ દેશના ગ્રામીણ વિસ્તારના દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનો છે. પહેલાં આ યોજના હેઠળ 2030 સુધીમાં દરેક ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ સમયમર્યાદા 2024 કરવામાં આવી છે.
હર ઘર શૌચાલય યોજના
વડાપ્રધાનની હર ઘર શૌચાલય યોજનાએ પણ ગ્રામીણોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું છે. પહેલાં લોકો શૌચ માટે ઘરની બહાર જતા હતા અને હવે તેમના ઘરમાં શૌચાલયની સુવિધા છે. આ ઉપરાંત, ગામડાઓમાં જાહેર શૌચાલયનું પણ નિર્માણ થઈ રહ્યું છે. પીએમ મોદીએ તાજેતરમાં આપેલા નિવેદન અનુસાર, આ સંખ્યા 11 કરોડને પાર થઈ ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી તમામ યોજનાઓનો લાભ એક-એક વ્યક્તિને થયો છે. લોકો વડાપ્રધાનના પ્રયાસોના કારણે સ્વદેશી વસ્તુઓનું મૂલ્ય સમજ્યા અને વિદેશી વસ્તુઓનો ઉપયોગ પણ ઘટાડ્યો. કૌશલ યોજનાથી યુવાનોને યોગ્ય દિશા મળી, તો ‘મેઇક ઇન ઇન્ડિયા’ મિશનથી સ્ટાર્ટઅપ ઊભા કરીને તેમણે પોતાની ઓળખ બનાવી. ઉજ્જવલા યોજનાએ મહિલાઓને ચૂલાના ધુમાડાથી રાહત અપાવી, તો આયુષ્માન ભારતને કારણે ગરીબોને સારવાર મળી શકી.

એટલું જ નહીં, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાના પરિણામે અંધારામાં ગરકાવ થયેલા ગામડાઓમાં વીજળી પહોંચી, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતોને દર મહિને 6000 રૂપિયા મળવા લાગ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને ઘર બનાવવા માટે 30,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. તો જન ધન યોજનાનો ફાયદો 31 કરોડથી વધુ લોકોને મળી રહ્યો છે. મુદ્રા યોજના હેઠળ લોકો લોન લઈને નવા-નવા સાહસો શરૂ કરી રહ્યા છે.આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ ને જન્મદિવસથી અગ્રીમ શુભકામના પાઠવી વિરમીએ. અસ્તુ.

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *