બ્રેકીંગ ન્યૂઝ નર્મદા
નર્મદા ડેમના તમામ 23 દરવાજા પહેલી વખત સીઝનમાં 5.60 મીટર સુધી ખોલાતા અદ્ભૂત નજારો
પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યાં
સરદાર સરોવર નર્મદા ડેમની
સાંજે સપાટી 137.32મીટરે પહોંચી
નર્મદા ડેમમાં પાણીની આવક અધધકહી શકાય એટલી
12,90,689 ક્યૂસેક નોંધાઈ
પાવરહાઉસમાંથી કુલ 9,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડાયુ
રાજપીપલા, તાં 16
સરદાર સરોવર નર્મદા ડેમની
સાંજે 4 કલાકે સપાટી 137 મીટરને પાર કરી ગઈ છે હાલ આ સપાટી વધીને 137.10 મીટરે પહોંચી હતી તો 5વાગે વધીને 137.32મીટર પહોંચી હતી ડેમની
મહત્તમ સપાટી 138.68 મીટરછે જેનાથી હવે 1.37 મીટર દૂર રહી ગઈ છે.હાલ નર્મદા ડેમમાં પાણીની આવક અધધકહી શકાય એટલી
12,90,689
ક્યૂસેક નોંધાઈ છે.જયારે રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 9,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
જેને કારણે ડેમ સત્તાવાળાઓને ડેમના
તમામ 23 દરવાજા 5.60 મીટર સુધી ખોલી તે
મીટર સુધી ખોલીનાંખવાની ફરજ પડતા આ સીઝનમાં પહેલી વાર નર્મદા ડેમના 23દરવાજા ખોલાયા છે. પ્રવાસીઓ આ અદ્ભૂત નજારો જોઈને ઝૂમી ઉઠ્યાં છે કાલે રવિવારની રજામાં નર્મદા ડેમનો ઓવરફ્લો થતો નજારો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે.
ડેમ સત્તાવાળાઑ ના જણાવ્યા અનુસાર પાણીની આવક સતત રહેવાને કારણે સાંજે 6 કલાકથી લગભગ 8 લાખ ક્યૂસેક પાણી છોડવાની સંભાવના છે
હાલ પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે.ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ખાસ કરીને ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા
……………………………….