કર્ણાટકમાં મળેલી ભવ્ય જીત બાદ હવે રાહુલ ગાંધીનો વિશ્વાસ વધતો જોવા મળી રહ્યો છે. મલ્લિકાર્જુન ખડગે સાથે પાર્ટી નેતાઓની બેઠક બાદ મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, કર્ણાટકમાં અમને 136 બેઠકો મળી છે. જે કર્ણાટકમાં કર્યું, એજ અમે મધ્યપ્રદેશમાં કરવા જઈ રહ્યા છીએ. અમારું આંતરિક આંકલન કહે છે કે, કોંગ્રેસ MPમાં 150 બેઠકો પર જીતવા જઈ રહી છે.
આ રાજ્યમાં અમે 150 બેઠક જીતીશુંઃ રાહુલ ગાંધી.
