કન્યા વિનય મંદિર રાજપીપળાના 10જેટલાં
નિવૃત્ત થયેલ શિક્ષક કર્માચારીઓના ચોથા હપ્તાની રકમના નાણાં ચૂકવવામાં મેનેજમેન્ટની અડોડાઇ
એક મહિનાથી આચાર્ય ના ખાતામાં નાણાં જમા છતાં કર્માચારીઓ ને નાણાં ચૂકવાયા નથી!
મંડળ અને આચાર્યોની મડાગાંઠમાં પીસાતા નિવૃત્ત શિક્ષક કર્મચારીઓમાં રોષ.
એક મહીનાથી જિલ્લા શિક્ષણાધિકારીએ આચાર્યના ખાતામાં 10શિક્ષક કર્મચારીઓ ના 3.57લાખ ની રકમ જમા કરીછતાં નાણાં ચૂકવાયા નથી!
રાજપીપલા, તાં 6
વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો
કન્યા વિનય મંદિર રાજપીપળાના 10જેટલાં
નિવૃત્ત થયેલ શિક્ષક કર્માચારીઓના ચોથા હપ્તાની રકમના નાણાં ચૂકવવામાં મેનેજમેન્ટની આડાઈને કારણે એક મહિનાથી નિવૃત્ત કર્માચારીઓ નાણાંન મળતા કર્મચારીઓમાં રોષની લાગણી જન્મી છે.
પ્રાપ્ત નિવૃત્ત થયેલ શિક્ષક કર્માચારીઓના સાતમા પગાર પંચના એરીયર્સના ચોથા હપ્તાની રકમના બીલ જિલ્લા શિક્ષણઅધિકારી નર્મદાની સહીથી કન્યા વિનય મંદિર રાજપીપળાના આચાર્યને તારીખ 11. 8 23 ના રોજ પત્ર લખી કુલ 10 કર્મચારીઓને આપવાના થતી કુલ રકમ રૂં.3,57,761/-ની રકમના નાણાં આચાર્યના એકાઉન્ટમાં જમા કરવામાં આવેલા હતાં.અને સદર પત્રથી આચાર્યને આ રકમના નાણા જે તે શિક્ષક કર્મચારીને ચૂકવી આપવા જણાવેલ. આજે આ વાતને એક મહિનો થવા આવ્યો હોવા છતાં આજ દિન સુધી આ શિક્ષક કર્મચારીઓને તેમના હક ના નાણા ચૂકવાયા નથી.
આ અંગે કન્યા વિનય મંદિર રાજપીપળા ના આચાર્યને પૂછતા તેમના દ્વારા જાણવા મળેલ કે નવા વરાયેલા આચાર્યા શ્રીમતિ અમિષાબેન પવારે 1લી ઓગસ્ટના રોજ થી સત્તાવાર રીતે નવા આચાર્યનો ચાર્જ સંભાળેલ. ચાર્જ સંભાળ્યા પછી આચાર્યએ તરત જ મંડળને પત્ર લખી હાજર થયાનો રિપોર્ટ કરેલ. અને નવા આચાર્યના સહીના નમુનાઓ અને ઠરાવ જરૂરી કાર્યવાહી કરવા જણાવેલ.આ અંગે મંડળ દ્વારા આચાર્યની મીટીંગ પણ મળેલ. તેમાં મંડળે નવોનિયમ બનાવેલો.અત્યાર સુધી આ શાળાના તમામ આચાર્યના નાણાકીય વહીવટ આચાર્યની સિંગલ સહીથી જ થતો હતો. પણ આ વખતે મંડળે આચાર્ય અને મંડળની સંયુક્ત સહીથી નાણાકીય વહીવટ કરવો એવું નક્કી કરેલ.
જોકે નવા આચાર્યોની મંડળ સાથેની પહેલી મિટિંગમાંજ આચાર્યની યોગ્ય રજુઆત બાદ મંડળ ફેરવિચારણા કરવા માટે મજબુર થયું હતું.
એક તરફ મંડળ પોતાની સહી આચાર્યની સહી સાથે રાખવા ઈચ્છે છે તો બીજી તરફ અંદરખાનેથી આચાર્યો મંડળના આ નિર્ણયથી નારાજ છે.
આચાર્યો આચાર્યની સિંગલ સહીથી નાણાકીય વહીવટ થાય એવી માગણી કરી રહ્યાં હતાં ત્યારે 15દિવસ પહેલાં હવે મંડળ મિટિંગમાં ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવાશે એમ જણાવેલ .એ વાતને પણ પંદર દિવસ નો સમય વીતી ગયા પછી મંડળના ટ્રસ્ટીઓએ સંયુક્ત સહી વાળા જુના ઠરાવને યથાવત રાખવાનો નિર્ણય લેતા આજદિન સુધી નિવૃત્ત થયેલ શિક્ષક કર્માચારીઓને નાણાં ન મળતાં આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા કર્માચારીઓમાં મંડળની કાર્યવાહી સામે રોષની લાગણી જન્મી છે.
જોકે મંડળના અને આચાર્યોના આ પ્રશ્નની મડાગાઠ વચ્ચે શાળાના નિવૃત થયેલા શિક્ષકોના સાતમા પગાર પંચના એરીયર્સ ના ચોથા હપ્તાની રકમના મળવા પાત્ર હકના નાણા અટવાઈ ગયા છે.કન્યા વિનય મંદિર રાજપીપલાના નવા આચાર્યને હાજર થવાની એક મહિનાને સાત દિવસ થયા હોવા છતાં આજ દિન સહીના નમૂના બેંકમાં ઠરાવ સાથે આપી શક્યા નથી!એનું સૌને આશ્ચર્ય છે.
આજની તારીખે પણ પણ નાણાં મળ્યાં નથી.
આ કાર્યવાહી માટે જુના આચાર્યની સહીની જરૂર પડતી હોવાથી આજે જુના આચાર્ય રજા ઉપર ઉતરી જતાં તેમની સહી થઈ શકી નથી.અને કાલે જન્માષ્ટમી ની રજા હોવાથી વધુ બે દિવસકાર્યવાહી અટવાઈ જતાં મંડળના અણઘડ વહીવટ સામે ભારે રોષની લાગણી જન્મી છે.
આ શાળામાં અગાઉ તમામ આચાર્યોએ વહીવટ કર્યો છે. ત્યારે મંડળ આચાર્યને સિંગલ નાણાકીય વહીવટની સત્તા આપી હતી. છેલ્લા આચાર્ય મંડળના પ્રમુખના સુપુત્ર પોતે જ હતા. તેમને પણ સિંગલ આચાર્યની સહીથી જ નાણાકીય વ્યવહાર કરવાની સત્તા આપવામાં આવી હતી. તો આ નવા આચાર્ય માટે નવો નિયમ કેમ? એ પ્રશ્ન આચાર્યમાં શિક્ષકોમાં અને કર્મચારીઓમાં પણભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ અંગે મંડળના ટ્રસ્ટી રાજાભાઈ મહિડાને પૂછતા જણાવેલકે રાજપીપળાની અન્ય ઘણી સ્કૂલોમાંપણ આચાર્ય અને મંડળની સંયુક્ત સહીનોવહીવટ કરવાનો નિર્ણય લેવાયો છે.એટલે મંડળ નવા નિયમને વળગી રહેવા ઈચ્છે છે. જયારે આચાર્ય આ નિર્ણય સાથે સંમત થવા માંગતા નથી. જેને કારણે આ કોકડું ગૂંચવાયું છે. પણ ટૂંક સમયમાં એનો યોગ્ય નિર્ણય લેવાઈ જશે એમટ્રસ્ટીએ જણાવ્યું હતું.
પણ ખાટલે મોટી ખોડ એ છે કે નર્મદાની તમામ સ્કૂલોના નિવૃત્ત શિક્ષકો કર્મચારીઓને એરિયર્સના નાણા જે તે વખતે એક મહિના પહેલા જ મળી ગયા છે. ત્યારે એકમાત્ર
ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળની સંસ્થાના શિક્ષક કર્મચારીઓને જ સહન કરવાનું કેમ આવે.?એ માટે જવાબદાર કોણ?
જોકે શિક્ષણ જગતમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું મંડળને આચાર્ય પર વિશ્વાસ નથી.?આટલા વર્ષોથી આચાર્યની સિંગલ સહીથી શાળાનો નાણાકીય વહીવટ ચાલતો હતો. તો એવું તે શું થયું. કે મંડળને વચ્ચે ઇન્ટરફેર થવું પડ્યું?
એ જે પણ હોય તે મંડળ અને આચાર્યની આંતરિક લડાઈમાં નિવૃત્ત શિક્ષકો ના પીસાય અને તેમના હક ના નાણા સત્વરે મળે એવી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે.
આ અંગે જિલ્લા શિક્ષણાઘીકારી નાણાં કેમ ચૂકવ્યા નથી તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે એવી લેખિત રજુઆત પણ કરાઈ છે.શિક્ષણ જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા