ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજના ૬૯માં ફાઉન્ડેશન ડે નું સેલીબ્રેશન કરવામાં આવ્યુ હતુ. ૨૦ મી જૂન ૧૯૫૬ માં સ્થપાયેલી એચ.એ.કોલેજની શરુઆતની પ્રથમ બેચમાં ૬૦ વિદ્યાર્થીઓ હતા. જેમાં એક માત્ર વિદ્યાર્થીની હતી. કોલેજમાં સાયકલ લઈને આવવુ લકઝરી કહેવાતુ હતુ . ગુજરાતની સ્થાપના પહેલા સ્થપાયેલી આ કોલેજની જરૂરીયાત સમાજમાં ઉભી થઇ હતી. ગુજરાત લો સોસાયટીના એકઝીકયુટીવ વાઈસ પ્રેસીડેન્ટ સુધીરભાઈ નાણાવટી પણ એચ.એ.કોલેજના વિદ્યાર્થી હતા. આ કોલેજની પ્રગતી તથા ખ્યાતી અપાવવામાં તેમનો સિંહફાળો છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે સમાજસેવાને વરેલી એચ.એ.કોલેજના વિદ્યાર્થીઓ આજે ખ્યાતનામ વકીલો , ચાર્ટર્ડ એકાઉન્ટ્સ, ઉદ્યોગપતીઓ, હાઈકોર્ટના જજીસ તથા સરકારી અધિકારીઓ તરીકે કાર્ય કરી રહ્યા છે. એચ.એ. કોલેજના ૬૯માં સ્થાપનાદિન નિમિત્તે કેક કાપી સેલીબ્રેશન કરવામાં આવ્યુ હતુ.