વિકેન્ડ વિન્ડો દ્રારા 28 થી 30 એપ્રિલ 2023 ના રોજ  સિંધુભવન રોડ ખાતે વિકેન્ડ વિન્ડો નું આયોજન કરવામાં આવ્યું

સંજીવ રાજપૂત
અમદાવાદ

વિકેન્ડ વિન્ડો એ પોતાની 10મી વર્ષગાંઠે 28મું એડિશન લોન્ચ કર્યું

ગુજરાત ના સૌથી મોટા ફ્લી માર્કેટ વિકેન્ડ વિન્ડો એ અમદાવાદ ખાતે પોતાની 10મી વર્ષગાંઠે 28મું એડિશન લોન્ચ કર્યું હતું. છેલ્લા 10 વર્ષમાં વિકેન્ડ વિન્ડો એ 1000 થી વધારે સ્ટાર્ટઅપ્સ ને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે તેમજ સમગ્ર ભારતના નાના-મોટા શહેરો ની 5000 થી વધારે મહિલાઓ ને પગભર થવામાં મદદ કરી છે 

વિકેન્ડ વિન્ડો દ્રારા 28 થી 30 એપ્રિલ 2023 ના રોજ  સિંધુભવન રોડ ખાતે વિકેન્ડ વિન્ડો નું આયોજન કરવામાં આવ્યું છે જે બપોરે ૪ વાગ્યે થી મોડી રાત્રી સુઘી ચાલું રહેશે.આ ઇવેન્ટ માં દુબઇ, મુંબઇ, અમદાવાદ, પૂને, બેંગ્લોર, કોલકાતા, વગેરે જગ્યાએ થી ડિઝાઈનારો એ ભાગ લીધો છે. આ વર્ષે વિકેન્ડ વિન્ડો પોતાની 10મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે સમગ્ર ભારત ની 250 થી વધારે બ્રાન્ડ્સ, 100 થી વધુ નવા સ્ટાર્ટઅપ્સ, 50 થી વધારે ફૂડ સ્ટોલ્સ, લાઈવ  મ્યુજિક, સેલ્ફી વિન્ડો વગેરે નું  આયોજન કરવામાં આવ્યું છે. વિકેન્ડ વિન્ડો ના ના સ્થાપક હર્ષિત શાહ અને મીરા શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ અને ગુજરાતભરમાંથી લોકો આ ઇવેન્ટનો લાભ લઇ રહ્યા છે.

બાઈટ: મીરા શાહ, આયોજક

One thought on “વિકેન્ડ વિન્ડો દ્રારા 28 થી 30 એપ્રિલ 2023 ના રોજ  સિંધુભવન રોડ ખાતે વિકેન્ડ વિન્ડો નું આયોજન કરવામાં આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *