*યુ ફર્સ્ટ ફાઉન્ડેશન* દ્વારા અમદાવાદમાં
અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ની મહિલાઓ અને તેમના જીવન સાથીઓ માટે આરોગ્ય સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું.
હેલ્થ સેમિનાર આજે શનિવાર 2nd સપ્ટેમ્બર ના રોજ બપોરે બે થી પાંચ વસંત વાડી કાંકરિયા મણિનગર ખાતે યોજવામાં આવ્યો.
*સેમિનારના મુખ્ય મહેમાન માનનીય શ્રી અમુલભાઈ ભટ્ટ ધારાસભ્ય શ્રી મણીનગર વિધાનસભા ક્ષેત્ર હાજર રહ્યા*
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની લગભગ 55 થી વધુ મહિલાઓએ આ સેમિનાર નો લાભ લીધો.
જેમાં નિષ્ણાત આયુર્વેદિક ડોક્ટરો અને ન્યુટ્રિસનિષ્ઠ મળીને આવી દોડભાગ વાળી જિંદગીમાં મહિલાઓએ આપણા શરીરનું કેવી રીતે ધ્યાન રાખવું અને વિવિધ બાબતો જેવી કે વધાર પડતા વજન વધવું રોગપ્રતિકારક શક્તિ અને જીવનના રોજિંદા સ્ટ્રેસીસ કેવી રીતે કંટ્રોલ કરવા એના ઉપર ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું.
સહભાગીઓને *એવીટોન* એક આયુર્વેદિક રોગપ્રતિકારક શક્તિ બુસ્ટર અને *યુવાફીટ* એક આયુર્વેદિક વેટલોસ પ્રોડક્ટ ના મફત સેમ્પલ આપવામાં આવ્યા.
આ સેમિનાર, મહિલાઓને સ્વાસ્થ વિશે જાગૃતિ લાવવાનો અને તેમને તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે જરૂરી જ્ઞાન અને સાધનો પ્રદાન કરવાનો હતો.
કાર્યક્રમમાં *યુ ફર્સ્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી વિનયભાઈ ભટ્ટ અને ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ મહિલા સમિતિના કન્વીનર શ્રીમતી ભાવનાબેન મહેતા* પણ હાજર હતા.
યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ની *ટીમ યુવા* કાર્યકર્તાઓએ સમગ્ર ઇન્ટરેક્ટિવ સેમિનારનું ખુબ જ સારી રીતે સંકલન કર્યું.
*યુ ફર્સ્ટ ફાઉન્ડેશન* ગુજરાત અને સમગ્ર ભારતમાં મહિલાઓના સ્વાસ્થ્ય ને સુધારવા માટે પ્રતિબંધ છે.
5 thoughts on “*યુ ફર્સ્ટ ફાઉન્ડેશન* દ્વારા અમદાવાદમાં અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ની મહિલાઓ અને તેમના જીવન સાથીઓ માટે આરોગ્ય સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું.”