સાતમી વખત ચૂંટણી લડી રહેલા ભરૂચ લોકસભાનાં ઉમેદવાર સાંસદ મનસુખ વસાવા સામે કેટલાક વિરોધીઑએ ડેડીયાપાડા તાલુકાનાં ઉપલા માથાસર ગામમા પાણી ન આવતી હોવાની પોસ્ટ મુકતા મુલાકાત લીધી
રિયાલિટી ચેક કરવા મનસુખ વસાવા જાતે પહોંચ્યા માથાસર ગામે, કાર્યકર્તાઑ અને ગામના સરપંચ સાથે સ્થળ મુલાકાત લીધી
કહ્યું :અહીં થયાં છે વિકાસનાં કામો છતાં અમુક તત્ત્વો નકારાત્મક માહોલ દ્વારા કરે છે અમને બદનામ
જૂનો વિડિઓ મુક્યો છે.ચૂંટણી ટાણે સરકારને બદનામ કરવા આવા વિડિઓ મુકતા હોય છે. -સાંસદ મનસુખ વસાવા
ભાજપના અથાક પ્રયત્નો ના પરિણામે ૧૦ ઘરોની વચ્ચે હેન્ડ પંપ બોરની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
ઉપલા માથાસરમાં ૨૦૦ ઘરની વસ્તી હોવા છતાં ૫૦ થી ૬૦ હેન્ડપંપ અને બોર મોટર ની સુવિધા છે.
રાજપીપલા :તા.24
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પ્રતિસ્પર્ધીઑ દ્વારા આક્ષેપબાજી અને વિકાસનાં કામો, પ્રશ્નો અંગે વિવિધ પ્રકારની પોસ્ટ સોસીયલ મીડિયામાં મુકવાની વોર શરૂ થયું છે. ખાસ કરીને સાતમી વખત ચૂંટણી લડી રહેલા ભરૂચ લોકસભાનાં ઉમેદવાર સાંસદ મનસુખ વસાવા સામે કેટલાક વિરોધીઑએ ડેડીયાપાડા તાલુકાનાં ઉપલા માથાસર ગામમા પાણી આવતું ન હોઈ ડુંગરમાંથી ખોદીને વાડકા વડે પાણી ભરતા હોવાની રજુઆત કરતા સાંસદ મનસુખભાઈએ રીયાલિટી ચેક કરવા પોતાના કાર્યકર્તાઑ અને ગામના સરપંચ સાથે સ્થળ મુલાકાત લીધી હતી.
નિરીક્ષણ કર્યા બાદ અને ગામ લોકોને મળ્યા બાદ મનસુખભાઈએ જણાવ્યું હતું કે અહીં થયાં છે વિકાસનાં કામો છતાં અમુક તત્ત્વો નકારાત્મક માહોલ દ્વારા કરે છે અને બદનામ કરે છે.
ડેડીયાપાડા ગામના ઉપલું માથાસર ગામે સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી.સાંસદ મનસુખ વસાવા ખુલાસો કર્યો હતો કે એ જૂનો વિડિઓ મુક્યો છે.ચૂંટણી ટાણે સરકારને બદનામ કરવા આવા વિડિઓ મુકતા હોય છે.
સાંસદ મનસુખ વસાવાએ સોસીયલ મીડિયામાં માથાસર ગામની લીધેલી મુલાકાત નાં વિડિઓ તસવીરો સાથે પોસ્ટ મૂકીને ખુલાસો કર્યો છે કે નરેન્દ્રભાઈ મોદી અને સરકાર દ્વારા છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચે, રોડ રસ્તા સારા બને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે,લોકોને રહેવા માટે પાકા મકાનો મળે વીજળી મળે એ માટે વિવિધ યોજનાઓ દ્વારા લોકોની સુવિધાઓમાં વધારો થાય દેશમાં સર્વત્ર વિકાસનાં કામો થાય તેવા મોદી સરકારના સતત પ્રયત્ન રહ્યા છે તેમ છતાં અમુક લોકો મોદી સરકારમાં વિકાસના કામો નથી થયાનો આક્ષેપો લગાડી રહ્યા છે.
ડેડીયાપાડાના ઉપલા માથાસર ગામે અમુક લોકોએ પાણી બાબતે ફરિયાદ કરતા કાર્યકર્તા સાથે સત્ય જાણવા માથાસર ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા પંચાયત સદસ્ય સોમભાઈ વસાવા,સરપંચ સોમભાઈ વસાવાના તથા કાર્યકર્તાઓના પ્રયત્નોના લીધે અહી પહાડો પર પાણી પહોચ્યું છે. ઉપલા માથાસર મુલાકાત લેતા આ રજૂઆત ખોટી છે એમ માલૂમ પડ્યું હોવાનું મનસુખભાઈએ જણાવ્યું હતું .મનસુખભાઈએ જણાવ્યું કે પાણી તો પહોંચી જ ગયું છે આ ફકત ચૂંટણી પહેલાં નકારાત્મક માહોલ ઉભો કરી લોકોમાં ભાજપ સરકારની છબી ખરાબ કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. ખેતરોમાં લીલોછમ પાક પણ ઉભો હોવાનું જોયું, આ બધું પાણી વગર શક્ય કયાંથી બને? વિકાસના કામો થયાં છે અને થઈ રહ્યા છે અને થશે જ.
રિઝર્વ ફોરેસ્ટ અને સેંચુરી એરિયા અને વન્ય પર્યાવરણ વિસ્તાર હોવા છતાં સરકારમાં ફોરેસ્ટની મંજુરી લઈને આ પહાડોમાં રોડ રસ્તા બનાવ્યા છે. વીજળી પહોંચાડી છે. રોડ રસ્તા બનવાના કારણે જ હેન્ડ પંપ બન્યા છે.
આ વિસ્તારમાં ઘરો ટેકરી પર અને છૂટા છવાયા હોય છે છતાં પણ ભાજપના અથાક પ્રયત્નો ના પરિણામે ૧૦ ઘરોની વચ્ચે હેન્ડ પંપ બોર ની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ઉપલા માથાસરમાં ૨૦૦ ઘરની વસ્તી હોવા છતાં ૫૦ થી ૬૦ હેન્ડપંપ અને બોર મોટર ની સુવિધા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કુસુમ યોજનામાંથી સૂર્ય ઉર્જાથી ચાલતા સોલાર પંપની સુવિધા પણ છે. જેનાથી નાના ખેડૂતો ખેતી કરી રહ્યા છે. જે જોઈ શકાય છે. ઉનાળામાં પાણી ઊંડા ઉતરી જવાના કારણે એકાદ બે પંપ સુકાઈ ગયા હોય તો તેની પણ નોંધ લઈ પંચાયત દ્વારા તુરંત કામ શરૂ કરાય છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા