ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ કોલેજ ઓફ કોમર્સ ધ્વારા ગ્રાહક સુરક્ષા સંદર્ભે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના અગ્રણી જયંત કથેરીયા તથા કમલેસ શાહે ગ્રાહકોના હિત તથા સુરક્ષા સંદર્ભે કાનુની માહિતી આપી હતી. આજના ડીજીટલ યુગમાં ગ્રાહક ક્યારેક લાલચ અથવા લોભમાં આવીને ઓનલાઇન ફ્રોડનો શિકાર બને છે. પૈસા ટ્રાન્સફર કરવા, અજાણી વ્યક્તી સાથે સોશીયલ મિડીયામાં મિત્રો બનાવવા તથા આકર્ષણ બતાવતા જુદા જુદા માધ્યમો ધ્વારા વ્યક્તી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ બધીજ બાબતોથી બચવા જાગૃતિ તથા તેના કાનુની મુદ્દાઓની જાણ દરેક વ્યક્તીને હોવી જોઈએ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે ડિજીટલ માર્કેટીંગ તથા લોભામણી જાહેરાતોથી ગ્રાહકો સહેલાઈથી છેતરાઈ જાય છે. માત્ર જાગૃતતા અને જાણકારીથીજ આપણે બચી શકીએ છીએ. ગ્રાહકો છેતરાયા પછી પણ કેવી રીતે તે નુકસાનીમાંથી બહાર આવવુ તેની પણ માહિતી આપવામાં આવી હતી. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના હોદ્દેદારો હાજર રહીને તે સંદર્ભનું સાહિત્ય પણ વહેચવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રા.મહેશ સોનારાએ કર્યું હતું.
Related Posts

અદા શર્મા શિવ તાંડવનો પાઠ કરે છે..
- Tej Gujarati
- May 12, 2023
- 0