ગુફા ગેલેરી ખાતે ‘કૃષ્ણમ આર્ટ ફોર્મ્સ’ ટાઈટલ પર આર્ટિસ્ટ ઝંખના દેસાઈ અને નિરાલી પટેલનો આર્ટ શૉની શરૂઆત થઈ છે. જેમાં અંડર ધ ટ્રીમાં કૃષ્ણ અને રાધા જોવા મળે છે. તો અન્ય એક પીંછવાઈ આર્ટમાં ઓર્ગેનિક કોટન પર કાલિનાગ દમન પણ જોઈ શકાય છે.
કાગળ, કેનવાસ, કોટન અને સિલ્ક પર વાઇબ્રન્ટ રંગો સાથે કૃષ્ણના જીવન સાથે જોડાયેલા પ્રસંગો રજૂ કરાયા છે. આ આર્ટને કન્ટેમ્પરરી પીંછવાઈ પણ કહી શકાય છે. આ આર્ટ શૉમાં બંન્ને આર્ટિસ્ટના 50 જેટલા પીંછવાઈ વર્ક રજૂ કરાયા છે. શો અંગે વાત કરતાં ઝંખના દેસાઈ અને નિરાલી પટેલે જણાવ્યું કે, ‘શૉમાં કૃષ્ણની અભિવ્યક્તિને તેમના જન્મ, બાળપણ અને અન્ય વિવિધ ઘટનાઓથી લઈને વિવિધ લીલાઓને રજૂ કરાઈ છે. જે ચિત્રો ભારતીય કલા અને સંસ્કૃતિનું ઉદાહરણ છે. સૌંદર્યને મૂર્ત બનાવે છે અને સંસ્કૃતિનો સાર સમજાવે છે