*કુમકુમ મંદિર દ્વારા ભગવાનનો ફૂલોથી અભિષેક કરવામાં આવ્યો.*
*ફ્લાવર્સ શો ગુજરાતનું ગૌરવ છે.- સાધુ પ્રેમવત્સલદાસજી*
સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી હરિભક્તોની સાથે અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર્સ શો ખાતે પધાર્યા હતા અને ત્યાં જનમંગલના પાઠ કરીને શ્રી હરિકૃષ્ણ મહારાજનો પુષ્પોથી અભિષેક કર્યો હતો.
*કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, ફ્લાવર્સ શો ગુજરાતનું ગૌરવ છે.આ ફ્લાવર્સ શો એ તો ચીનનો રેકોર્ડ પણ આ વખતે તોડી નાંખ્યો છે અને આપણા ગુજરાતનું અને સમગ્ર ભારતનું વિશ્વમાં નામ રોશન કર્યું છે. આપણે સૌ કોઈએ આ ફ્લાવર્સ શો એક વખત નિહાળવો જોઈએ અને જેમણે આ કાર્યમાં સેવા પ્રદાન કરી હોય તેને અવશ્ય અભિનંદન આપવા જોઈએ.
આ ફ્લાવર્સ શોમાં જેમણે જેમણે સેવા આપી હોય તેવા સૌ માણસોને શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમને સુખિયા કરે અને પોતાનું દિવ્ય સુખ આપે તે માટે અમો પ્રાર્થના કરીએ છીએ.
આ ફ્લાવર્સ શોમાં અનેક થીમ અદ્ભૂત રીતે રજુ કરવામાં આવી છે. જેમકે, ગુજરાતના લોખંડી મહાપુરુષ સરદાર વલ્લ્ભભાઈ
પટેલનું વિશાળ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. આપણા વૈજ્ઞાનિકોએ હાંસલ કરેલ સિદ્ધિ ચંદ્રાયાન પણ મૂકવામાં આવ્યું છે.દિલ્હીમાં નવી સાંસદ બનાવવામાં આવી છે, તે પણ મૂકવામાં આવેલ છે. આમ, અનેક આકષર્ણોનો અદ્ભૂત નજારો અહીં જોવા મળે છે.
સાથે – સાથે આપણે આ ફ્લાવર્સ શોમાંથી શીખવું જોઈએ કે, આ ફ્લાવર્સ શોમાં જેમ રંગ બેરંગી ફૂલો છે, તેમ આપણા જીવનમાં પણ આપણે વિવિધ ગુણોથી આપણા જીવનને શણગારવું જોઈએ. ફુલો જેમ ભગવાનની સેવામાં કામ આવે છે અને તેમાંથી ભગવાનનો હાર બને છે, તેમ આપણું જીવન પણ સમાજ માટે અને ભગવાન માટે કામ લાગે તેવું આપણે બનાવવું જોઈએ.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો.૯૮૯૮૭૬૫૬૪૮
– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮