“મેરી કહાની, મેરી જુબાની” હેઠળ અંદાજિત ૨૫૦ લાભાર્થીઓએ ગ્રામજનોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા

તિલકવાડા તાલુકા કક્ષાની “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ની સફળ પૂર્ણાહુતી

સંકલ્પ યાત્રાના અંતિમ પડાવમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી સહભાગી બન્યા

તિલકવાડાના ૪૧ ગ્રામ પંચાયતોના ૧૪ હજારથી વધુ ગ્રામજનો સંકલ્પ યાત્રામાં જોડાયા

3 હજારથી વધુ ગ્રામજનોને મહાનુભાવોના હસ્તે તેમજ સ્થળ પર નવા આયુષ્માન કાર્ડ એનાયત

“મેરી કહાની, મેરી જુબાની” હેઠળ અંદાજિત ૨૫૦ લાભાર્થીઓએ ગ્રામજનોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા

રાજપીપલા,તા.29

તિલકવાડા તાલુકાકક્ષાની “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતિમ પડાવમાં પહોંચતા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંદેશાને નિહાળતા તિલકવાડાના ગ્રામજનોએ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સુધીની સફરમાં પોતાની સહભાગીદારી અદા કરવા માટે સામુહિક શપથ લીધા હતા. ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી વડાપ્રધાનના વર્યુઅલ માધ્યમથી પ્રેરક સંબોધન અને સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી હતી.

તિલકવાડાના ગ્રામજનોએ નુક્કડ નાટકના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો પ્રેરક સંદેશો નિહાળ્યો હતો. ઉપરાંત, ખેડૂતોએ ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી ખેતીમાં નેનો યુરિયા છંટકાવ અંગે ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતું. વધુમાં લાભાર્થીઓએ પણ યોજનાકીય લાભથી જીવનમાં આવેલા પરિવર્તનના અનુભવોને ગ્રામજનો સમક્ષ રજૂ કર્યા હતા. લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તિલકવાડા તાલુકાકક્ષાની વાત કરીએ તો, વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાલુકાના ૪૧ ગ્રામ પંચાયતોમાં ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે યોજનાની માહિતી અને લાભ લઈને પહોંચી હતી. નોંધનીય છે કે, આ યાત્રામાં તાલુકાના ૧૪ હજારથી વધુ ગ્રામજનો સહભાગી બનીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી અદા કરવાની સામુહિક શપથ લીધા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા ઉભા કરાયેલા વિનામૂલ્યે આરોગ્ય તપાસણી કેમ્પનો પણ ૧૦ હજારથી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો. કેન્દ્ર સરકારની ગરીબ અને મધ્યમવર્ગીય કુટુંબ માટે આશિર્વાદ સમાન આયુષ્માન ભારત યોજનાની વાત કરીએ તો ૩ હજારથી વધુ લાભાર્થીઓને સભામંડપમાં મહાનુભાવોના હસ્તે તેમજ સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું.

‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ અંદાજિત ૨૫૦ લાભાર્થીઓએ પોતાના જીવનમાં આવેલા આમુલ પરિવર્તના અનુભવોની અનુભૂતિને ગ્રામજનો સમક્ષ રજૂ કરીને સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *