નર્મદા જિલ્લા માં આયોજન મંડળની બેઠકમાં જનપ્રતિનિધિઓની બાદબાકી થતા ભરૂચ સાંસદ મનસુખ વસાવા અકળાયા .
રાજપીપલા, તા.29
નર્મદા જિલ્લા માં આયોજન મંડળની બેઠકમાં જનપ્રતિનિધિઓની બાદબાકી થતા ભરૂચ સાંસદ મનસુખ વસાવા અકળાયા હતાં. અને
એમણે કહ્યું કે આ અધિકારીઓ અને કોન્ટ્રકટર વચ્ચે ટકાવારી લેવા પદાધિકારીઓ ને બોલાવ્યા નહિ.
આદિવાસી બહુધા વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં આયોજન મંડળની બેઠકમાં જન પ્રતિનિધિઓને નહી બોલાવી કલેકટર સહિતના અધિકારીઓએ બારોબાર વિકાસ કામોનું આયોજન કરી લેતાં વિવાદ થયો છે.
રાજય તથા કેન્દ્ર સરકાર તરફથી આવતી ગ્રાંટોનું બારોબાર આયોજન કરી લેવાયું હોવાની ફરિયાદ ઉઠી છે.જિલ્લા કલેક્ટરે કે આયોજન અધિકારીએ જિલ્લાના પ્રભારી મંત્રી, સાંસદો,ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિતના મહત્વના પદાધિકારીઓને જાણ કર્યા સિવાય બેઠક બોલાવી લીધી હોવાનો સૂર ઉઠયો છે.
કરોડો રૂપિયાની ગ્રાંટના આયોજન માટેની બેઠકમાં પદાધિકારીઓની અધિકારીઓએ બાદબાકી કેમ કરી તે સવાલ ઉઠયો છે.
મળતીયાઓ સાથે કે વિકાસના કામકારતી એજન્સીઓ સાથે ઉચ્ચ આધિકારીઓની ડીલિંગ આ બેઠકમાં થઇ આવા અનેક આક્ષેપો આજે જિલ્લા વહીવટી તંત્ર પર લાગી રહ્યા છે.
ભરૂચ નર્મદા ના સાંસદ મનસુખ વસાવા એ રોષ પ્રગટ કર્યો હતો કે રાજ્યની મહત્વની ગ્રામપંચાયતો ની ગ્રાંટો ની ફાળવણી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું તો અધિકારીઓએ પદાધિકારીઓને કેમ ન બોલાવ્યાં તેની તપાસ કરાવડાવીશ. અધિકારીઓએ જે કર્યું છે તે ખોટુ છે.કહી પોતાનો રોષ ઠાલવ્યો હતો અને આ બાબતે જિલ્લા અધિકારીઓ અને કોન્ટ્રકટરો સાથે મળી કેટલાય કામો માં ટકાવારી લેવામાં આવે છે જે માટે વિકાસ ના કામો માં મોટો ભ્રષ્ટાચાર થાય છે જેને લઈ આજે સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા