ki
તા. ર – ૭ – ૨૦ર૪ ને મંગળવારના રોજ યોગીની એકાદશી હોવાથી સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ – મંદિર કુમકુમ – મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વચનામૃત રહસ્યાર્થપ્રદીપિકાટીકા અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવ્યું હતું.
યોગીની એકાદશી કરવાથી માણસ માત્રના ગમે તેવા પાપ નાશ પામી જાય છે. દરેક એકાદશી કરવાની આજ્ઞા શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથમાં કરેલી છે. તેથી આપણે અવશ્ય એકાદશી કરવી જ જોઈએ.
એકાદશીએ ઉપવાસ કરવો જોઈએ, ઉપવાસ ના થાય તો ફલાહાર કરવું જોઈએ, પરંતુ એકાદશીના દિવસે અનાજ તો ખાવું જ ના જોઈએ. એકાદશી કરવાથી અનેક બ્રાહ્મણો અને સંતોને જમાડવાનું ફળ પ્રાપ્ત થાય છે તેવો એકાદશી વ્રતનો મહિમા છે.