રાજપીપલા ખાતે શ્રી ગુરુ લીલામૃત કથા નું આયોજન
કથાનું રસપાન કરાવતા
અવધૂત પરિવારના યુવા કથાકાર જયદેવ પ્રસાદ શાસ્ત્રી
રાજપીપલા, તા 26
રાજપીપલા ખાતે શ્રી ગુરુ લીલામૃત કથાનું આયોજનતા 22મેથી કરવામાં આવ્યું છે.
કથાનું રસપાન
અવધૂત પરિવારના યુવા કથાકાર જયદેવ પ્રસાદ શાસ્ત્રી કરાવી રહ્યાં છે.
ભગવાન શ્રી રંગ અવધૂત બાપજી ની અસીમ કૃપાથી રાજપીપલા દરબાર રોડ ખાતે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરના સત્સંગ હોલ માં સ્વ. વિજયભાઈ પંડયા ની પુણ્ય સ્મૃતિમાં ચિરંજીવ હિમાંશુભાઈ અને હેમંતભાઈ દ્વારા શ્રી ગુરુ લીલામૃત કથા નું આયોજન કરવામાં આવ્યું હતું.તારીખ 25 થી 28 મે સુધી વ્યાસપીઠ પરથી કથાનું રસમાં અવધૂત પરિવારના યુવા કથાકાર શ્રી જયદેવ પ્રસાદ શાસ્ત્રી તિલકવાડાવાળા સંગીત મય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.
પ્રારંભે શ્રી રંગ અવધૂત નિવાસ ટના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસ, શ્રી રંગ પ્રસાદ પાઠક,વાસુદેવભાઈ નંદુરબારકર, દિનેશભાઈ પાઠક,શ્રી ચંદ્ર મૌલી સ્વામીજી, દિપક શાસ્ત્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી આશીર્વાદ પાઠવ્યા હતા. કથા સાંભળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
……………………………
:રત્ન કણિકાઓ:
-સત્તે હરિનો નિરૂપણ કરે તે કથા
-જેમાં શબ્દે શબ્દ અજાયબી છે તે ગુરુ લીલા મૃત
-સ્વાર્થ વગર બીજાના માટે કરવામાં આવતુ કર્મ તે લીલા
-કોઈના દાંત બનશો તો ઉદાસ રહેવું નહીં પડે
– માણસ કર્મ કરવામાં સ્વતંત્ર છે પણ ફળ ભોગવવામાં સ્વતંત્ર નથી
-સેવા અને પ્રેમમાં પ્રતિનિધિ ન ચાલે
-ચિત્તમાં સાત્વિક ભાવ જાગે તેવું કીર્તન કરો
– જે મા બાપની સેવા કરતો નથી તે અવધૂત ભક્ત નથી
-દસ અશ્વમેઘ કરતા એક વંદન શ્રેષ્ઠ છે
-જે ભક્ત નર્મદાને ભક્તિથી સેવે છે તેનો પુનર્જનમાં થતો નથી
– કંજૂસ હોય તેના જીવનમાં ઉત્સવ હોતો નથી
…………………………….
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા