PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યો ફોન દિલ્હી પોલીસના કંટ્રોલ રૂમમાં આવ્યો છે. કોલ મળતાની સાથે જ દિલ્હી પોલીસ સહીત અન્ય ગુપ્તચર એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. જ્યાં ધમકી આપનાર હેમંત નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે દિલ્હીનો જ રહેવાસી છે. આરોપીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે નશામાં ફોન કર્યો હોવાનું બહાર આવ્યું છે.