ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ.વિભાગ દ્વારા આજરોજ “નેશનલ ડોક્ટર્સ ડે “ નું સેલીબ્રેશન કરવામાં આવ્યુ હતુ . શહેરના જાણીતા ડો.અતુલ ગાંધીએ આજે કોલેજના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને CPR ની ટ્રેઈનીંગ આપી હતી. ડો.ગાંધીએ જણાવ્યુ હતુ કે કોરોના કાળ પછી લોકોને હ્રદય સંદર્ભે ઘણા ઇસ્યુ થયા છે. આજના ફાસ્ટફુડના જમાનામાં બી.પી. તથા ડાયાબીટીસ થવાની શક્યતાઓ વધી જાય છે. અચાનક વ્યક્તીને કાર્ડીઆક એરેસ્ટ થઇ જાય છે જેનાથી તેનું હ્રદય બંધ થઇ જાય છે. આવા ક્રીટીકલ સમયે પ્રેસર ટેકનીકથી બંધ પડેલુ હ્રદય ફરી ધબકતુ થાય છે તથા તેના મગજને લોહી પહોંચતુ થાય છે. આ પરિસ્થિતિમાં વ્યક્તીનો જીવ બચી જય છે. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું તુ કે ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓમાં CPR ની ટ્રેઈનીંગ ફરજીયાત હોવી જોઈએ. સામાજીક નિસ્બત ધરાવતી આવી સેવાકીય પ્રવૃત્તિ આજના યુવાનોએ શીખવી જોઈએ. કોલેજના ઘણા વિદ્યાર્થીઓએ મેનીકવીનથી પ્રત્યક્ષ રીતે CPR ની ટ્રેઈનીંગ લીધી હતી. આ કાર્યક્રમના અંતે કોલેજના પ્રા. ચેતન મેવાડાએ આભારવિધિ કરી હતી.