G20 2023. – જીતેન્દ્ર વીરસિંહ નકુમ (અમદાવાદ)

G20 2023

।। संस्कृतम् ।।
।। भारत मंडपम ।।
।।भारत ।।
।।वसुधैव कुटुंबकम् ।।

ભારત દેશનો ભવ્ય વારસો, સંસ્કૃતમાં છે સમાયો.
યોગ હોય કે હોય આયુર્વેદ, દેશ દુનિયામાં તે છવાયો…

G-20 ની સમિટ ભારતમાં, મોદીજીએ દિલ્હી બોલાવી. વિશ્વની મહાશક્તિઓ એક થઈ, ભારત મંડપમમાં આવી…

સંસ્કૃત ભાષાનું મહત્વ, વિશ્વને મોદીજીએ સમજાવ્યું.
ભારત દેશની ભવ્ય સંસ્કૃતિ વિશ્વ આખું જોવા આવ્યું…

એક શ્લોકના આધારે G20 નું, આયોજન ભારતમાં થયું. યુગયુગ જીવો મોદીજી તમે,આવું વિશ્વના નેતાઓએ કહ્યું…

સંસ્કૃત ભાષાની તાકાત તમે,સમજશો તો જ સમજાશે. સમજણ વગર આમતેમ ભટકે, તે વ્યર્થ જ ગોથા ખાશે…

એક શ્લોકના વાક્યથી , આખું વિશ્વ વિચારતું થયું.
વિશ્વ નેતાઓની વચ્ચે, ભારત વિશ્વ ગુરુ સાબીત થયું…

ભણનારા અને ભણાવનારા, તમે જુઓ સંસ્કૃતની તાકાત. શ્લોકે – શ્લોકે અને શબ્દે- શબ્દે, મા સરસ્વતી છે સાક્ષાત…

“વસુધૈવ કુટુંબકમ” દુનિયાને, આ સંદેશ કેટલો મોટો?
સંસ્કૃત ભાષા જેવો કોઈને દુનિયામાં મળશે નહીં જોટો…

વિશ્વ આખાની સમસ્યાઓનું,સમાધાન કહો કોણ કરશે? પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા, અશક્ય શક્ય કરશે…

વિશ્વ ગુરુ- વિશ્વ ગુરુ, “ભારત” બોલીને નથી થવાતું.
દુનિયાને માર્ગદર્શન કરવા, જોઈએ બહુ જ મોટું ભાથુ…

ભવ્ય ભારતને ભવ્ય ભારતના ઋષિઓ,ભવ્ય સંસ્કૃત ભાષા. ભવ્ય ભારતનો ભવ્ય વારસો, વિશ્વ ગુણગાન એના ગાતા…

લી. જીતેન્દ્ર વીરસિંહ નકુમ (અમદાવાદ)
રચના તારીખ 10/ 9/ 2023 મે રવિવાર વહેલી સવારે ૩:30 કલાકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *