ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ ફરી વધી

ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ ફરી વધી :ચૈતર વસાવાની હવે જેલમાં જ થશે પૂછપરછ

ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની રિવિઝનરિમાન્ડ અરજી કોર્ટે અંશત: મંજૂર કરી

ચૈતર વસાવાની
એક મહિના સુધી નર્મદા પોલીસ અઠવાડિયામાં બે દિવસ પુછપરછ કરશે
તેવો હુકમ નર્મદા સેશન્સ કોર્ટે કર્યો છે

 

 

રાજપીપલા, તા 29

ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ ફરીએક વાર વધવા પામી છે.ચૈતર વસાવાની હવે જેલમાં જ પૂછપરછ થશે.
ચૈતર વસાવા છેલ્લા 13 દિવસથી હાલ રાજપીપળા જેલમાં છે.તેઓને સુરક્ષાના કારણસર અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે.
દેડિયાપાડાના ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાની એકમહિના સુધી જેલમાં જઇ તપાસ અધિકારી અઠવાડિયામાં ૨ દિવસ પૂછપરછ કરી શકે છે તેવો હુકમ નર્મદા સેશન્સ કોર્ટે
કર્યો છે.

બીજી તરફ ૧૮ ડિસેમ્બરે દેડિયાપાડા ટ્રાયલ કોર્ટે ચૈતર વસાવાના વધુ રિમાન્ડ નામંજુર કરતા તેઓ હાલ ૧૧ દિવસથી જેલમાં છે. જેલમાં પણ તેઓની મુસીબત
ઓછી થાય તેવા કોઇ અણસાર નથી.

ટ્રાયલ કોર્ટે વધુ ૧૦
દિવસના ના-મંજુર કરેલા રિમાન્ડને દેડિયાપાડા તપાસ
અધિકારી પીઆઇ પી. જે. પંડ્યાએ ૨૦ ડિસેમ્બરે રિવિઝન અરજી કરી નર્મદા સેશન્સ કોર્ટમાં પડકારી હતી. પ્રિન્સિપલએન્ડ સેશન્સ જજ નેહલકુમાર જોષી સમક્ષ વધુ ૧૦ દિવસનારિમાન્ડ માટેની રિવિઝન અરજી અંગે સુનાવણી હાથ ધરાઇ
હતી. બંને પક્ષે દલીલો બાદ ૨૭મીએ કોર્ટે ચૈતર વસાવા
સહિત અન્ય આરોપીની વધુ રિમાન્ડની અરજી અંશતઃ મંજુર કરી છે. સરકાર તરફે સરકારી વકીલ જે. જે. ગોહિલ હાજરરહ્યાં હતાં. જેમાં તપાસ અધિકારી અને સરકારી વકીલે રિવોલ્વર રિકવર કરવા અને અન્ય ઘણી હકીકતો બહાર આવી શકે તેમ હોય વધુ રિમાન્ડ મંજુર કરવા રજૂઆતો કરીહતી. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ ચૈતર વસાવાની પોલીસ
એક મહિના સુધી જેલમાં સપ્તાહમાં ૨ દિવસ સુધી પૂછપરછ કરી શકે છે તેઓ હુકમ કર્યો છે. જ્યારે રિવોલ્વરની રિકવરીના
એકના એક મુદ્દે માંગવામાં આવતા રિમાન્ડમાં કોર્ટે પોલીસનેઆઇપીસી ૨૦૧ની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહીકરી શકે છે તેવી પણ ટકોર કરી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *