ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ વિભાગ દ્વારા રોપડા મુકામે વાર્ષિક કેમ્પનું આયોજન થયુ છે. કોલેજના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ સાત દિવસ સુધી વિકસીત ભારત અભિયાન અંતર્ગત નિપૂર્ણ ભારત અને જન જાગૃતિ ગ્રામ્ય ઉત્થાન સંદર્ભે વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે એક ભારત શ્રેષ્ઠ ભારત વીશે વક્તવ્ય આપ્યું હતુ. જીએલએસ યુનિવર્સિટીના સ્ટુડન્ટસ વેલ્ફેરના ડીન અશ્વીન પુરોહીતે આત્મ- નિર્ભર ભારત,મેક ઇન ઈન્ડીયા વીશે વિચારો વ્યક્ત કર્યા હતા. સાત દિવસની વાર્ષિક શિબીર દરમ્યાન વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો, બૌદ્ધીક કાર્યક્રમો, વ્યસન મુક્તી, યોગ તથા મેડીકલ કેમ્પનું આયોજન કર્યુ હતુ.એન.એસ.એસ વિભાગના કોઓંર્ડીનેટર પ્રા ચૌધરી,પ્રા ચેતન મેવાડા, પ્રા મહેન્દ્ર વસાવા તથા પ્રા જય મિસ્ત્રીએ સમગ્ર કેમ્પનું સંચાલન તથા આયોજન કર્યુ હતુ.