જીવતો સળગ્યો ફાયર કર્મચારી

જીવતો સળગ્યો ફાયર કર્મચારી

અમદાવાદના બોપલ ઘુમા રોડ ઉપર આવેલા દેવ રેસિડેન્સી પાસે આજે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારીનું મોત નિપજ્યું છે. હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મામલે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓને જાણ થતાં તાત્કાલિક તેઓ બોપલ ખાતે પહોંચ્યા હતા. હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કર્યા વગર કઈ રીતે ફાયરના કર્મચારી ત્યાં પહોંચીને કામ કર્યું તે અંગે હાલ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *