સંજીવ રાજપૂત
અમદાવાદ
અમદાવાદમાં યોજાશે આંતરાષ્ટ્રીય લિટરેચર ફેસ્ટિવલ
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 8મી આવૃત્તિ 24, 25 અને 26 નવેમ્બર 2023ના રોજ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે યોજાવા જઇ રહ્યો છે.
આ વર્ષે ‘સાહિત્ય અને માનવ વિકાસ’ થીમ સાથેના ફેસ્ટિવલનું ઉદ્ઘાટન માનનીય ડૉ. જસ્ટિસ કે.જે. ઠાકર, દ્વારા કરવામાં આવશે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ડૉ. એસ.કે. નંદા, IAS (નિવૃત્ત) લેખક, કટાર લેખક અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ સચિવ સાથે જાણીતા અભિનેતા અને કવિ અખિલેન્દ્ર મિશ્રા અને ફેસ્ટિવલના સ્થાપક નિર્દેશક ઉમાશંકર યાદવ ઉપસ્થિતઃ રહેશે. સમગ્ર ભારત અને વિદેશમાંથી જીવનના વિવિધ ક્ષેત્રોના 100 થી વધુ વક્તાઓ વિવિધ પેનલ ચર્ચા, પ્રદર્શન, નાટકો અને કવિતા પઠનમાં ભાગ લેશે. ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના ત્રણ દિવસ દરમિયાન પુસ્તક વિમોચન અને શાસ્ત્રીય નૃત્ય પણ દર્શાવવામાં આવશે.
અગ્રણી વક્તાઓ ફિલ્મ અભિનેતા રાજેન્દ્ર ગુપ્તા, યશપાલ શર્મા અને અખિલેન્દ્ર મિશ્રા વક્તવ્ય આપશે. પત્રકાર મયંક શેખર, ડૉ. શિરીષ કાશીકર, જ્યોતિ યાદવ, યુવા ગીતકાર ડૉ. સાગર અને સૌથી વધુ વેચાતા હિન્દી લેખકો પત્રકાર શિરીષ ખરે, ડૉ. હીરા લાલ IAS અને કુમુદ વર્મા આ કાર્યક્રમમાં ભાગ લેશે ઉપરાંત તત્કાલીન રાજપીપળા રાજ્યના પ્રિન્સ, માનવેન્દ્રસિંહ ગોહિલ જાણીતા ન્યુરોલોજિસ્ટ પદ્મશ્રી ડો. સુધીર વી. શાહ, સાહિત્યિક એજન્ટ અને લેખિકા પ્રીતિ ગિલ, ઉત્તર પૂર્વના પ્રો. કે.બી. વીયો પૌ અને આફ્રિકન દેશો અને બાંગ્લાદેશના વિદ્યાર્થી લેખકો અને લેખકો પણ વિવિધ વિષયો પર તેમના મંતવ્યો રજૂ કરશે..