નર્મદા જિલ્લાના પ્રથમ લીડિંગ એજન્ટ પાર્થ પટેલને હાફ શતક વીરનું સન્માન

MDRT ( મિલિયન ડોલર રાઉન્ડ ટેબલ)ઇન્સ્યોરન્સ ક્લબનું બિરુદ મેળવતા
ભારતીય વિમા નિગમ કંપનીના રાજપીપળાના લીડિંગ એજન્ટ પાર્થ પટેલ જિલ્લા ના પ્રથમ MDRT બન્યા

50થી વધુ પોલિસી બનાવનાર પાર્થ પટેલ હાફ શતક વીરનું પણ મળ્યું સન્માન

આગામી કેનેડા
માં યોજનારી MDRT ઇન્સ્યોરન્સ ક્લબમાં ભાગ લેવા સહભાગી બન્યા

બ્રાન્ચ મેનેજરે ટ્રોફી એનાયત કરી સન્માન કર્યું..

રાજપીપલા, તા23

ભારતીય વિમા નિગમ રાજપીપળાના લીડિંગ એજન્ટ એજન્ટ પાર્થ પટેલને MDRT એમ.ડી.આર.ટી. ( મિલિયન ડોલર રાઉન્ડ ટેબલ) ઇન્સ્યોરન્સ ક્લબ નું બિરુદ મેળવનાર નર્મદાજિલ્લાના પ્રથમ લીડિંગ એજન્ટ બન્યા છે
સાથે 50થી વધુ પોલિસી બનાવનાર પાર્થ પટેલને હાફ શતક વીરનું સન્માન મળતાં બ્રાન્ચ મેનેજર જગદીશ ગોહિલ દ્વારા ટ્રોફી એનાયત કરી તેમનું સન્માન કરાયું હતું.

રાજપીપલા ખાતે આવેલ ભારતીય જીવન વીમા નિગમ કંપની (એલ આઈ સી )ના સિનિયર એજન્ટ પાર્થ કુમાર પટેલે 2023-24ના વર્ષમાં સૌથી વધારે પોલિસી ઉતારી હાફ શતકવીરનું બહુમાન મેળવ્યું છે જયારે કંપનીએ આપેલ 30લાખનો ટાર્ગેટ પૂરો કરી નર્મદાના 270એજન્ટ પૈકી એક માત્ર પાર્થ પટેલને MDRT (મિલિયન ડોલર રાઉન્ડ ટેબલ)નું બિરુદ મળ્યું છે જે રાજપીપલા બ્રાન્ચ માટે ગૌરવપ્રદ કહી શકાય.
આ અંગે બ્રાન્ચ મેનેજર જગદીશ ગોહિલે પાર્થ પટેલને ટ્રોફી એનાયત કરી સમગ્ર સ્ટાફ વતી તેમનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.

આ અંગે બ્રાન્ચ મેનેજર જગદીશ ગોહિલના જણાવ્યા અનુસાર પાર્થ પટેલ લીડિંગ એજન્ટ છે અને એમ.ડઆર.ટી એ એક ઇન્સ્યોરન્સ ક્લબ છે.
જે વર્લ્ડ વાઇસ ઇન્સ્યોરન્સ કંપની નું ક્લબ ધરાવે છે.જેમાં એવી ગાઈડલાઈન હોય છે કે અમુક પ્રકારનો બિઝનેસ કરો તો તમે આ ક્લબમાં સામેલ થઈ શકો. આ યુએસની મિલિયન ડોલર ટેબલ રાઉન્ડ ક્લબ છે.એમ ડી આર ટી નું બીરુદ મળવાથી દર વર્ષે એમડીઆરટી ક્લબની જ્યારે વર્લ્ડ વાઈસ કોન્ફરન્સ થતી હોય તેમાં જવાનું આમંત્રણ મળે છે.ગયા વખતે આ કોન્ફરન્સ શીકાગોમાં થઈ હતી.
તેમણે પ્રથમ વર્ષનું પ્રીમિયમ 30 લાખ જેટલું કર્યું છે. આમ પાર્થ પટેલ જિલ્લાના 273એજન્ટ પૈકી આ વર્ષના પ્રથમ એમડીઆરટી જાહેર થયા છે.
હવે તેમને આગળના લક્ષણમાં 50 લાખનું પ્રિમીયમ પૂરું કરવા અને સો પોલિસીનું પ્રીમિયમ ભરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. જેનો તેમણે સ્વીકાર કર્યો છે.આ સફળ કામગીરીમાં લેટર લીલા વાઢેર અને બ્રાન્ચ મેનેજર જગદીશ ગોહિલ નો સિંહહોવાનું જણાવ્યું હતું

આ અંગે પાર્થ પટેલે જણાવ્યું હતું કે મેં એમડીઆરટી અનેહાફ શતક વીરનું સન્માનમને પ્રાપ્ત થયું છે તે બદલ હું ગૌરવ અનુભવુંછું.હવે આગળના ટાર્ગેટ તરીકે સો પોલિસી લઈને 50 લાખનું પ્રિમીયમ પૂરું કરવાનો સંકલ્પ કર્યો છે. આગામી યુએસ કેનેડા માં અમારી એમ ડી આર ટી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે હું સહભાગી બન્યો છું એનોમને આનંદ છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *