નાંદોદના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખનું અપમાન કરનારા કાર્યકરો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરતા
ડેડીયાપાડાના પૂર્વ વન મંત્રી, અને પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા
પૂર્વ વન મંત્રી, ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અનેભારતીય જનતા પાર્ટી આદિવાસી મોર્ચા ના રાષ્ટ્રીય કાર્યકારીણી અધ્યક્ષ મોતીસિંહ વસાવાની પ્રતિક્રિયા સામે આવી
મોતીસિંહ વસાવાએ જિલ્લા પ્રમુખ સમક્ષ પગલાં ભરવાની રજુઆત કરી.
ભરુચના સાંસદ રહી ચુકેલા ધારાસભ્ય દર્શનાબેનના પિતા શ્રી સ્વ. ચંદુભાઈ દેશમુખનું પાર્ટીને મોટી કરવામાં મોટુ યોગદાન
નાનામાં નાના કાર્યકરો અને વડીલોથી આ પાર્ટી બની છે.
મારી સાથે પણ અગાઉ આવી અપમાનની ઘટનાનો બની છે
છતાં અમે સહન કરીને પાર્ટીના કાર્યકરોને સાથે રાખીને ચાલીએ છીએ -મોતી સિંહ વસાવા
નર્મદાના રાજકારણમાં રાજકીય ગરમાવો
રાજપીપલા, તા23
નાંદોદ ના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખનું કાર્યકરો દ્વારા જાહેરમાં અપમાન કરવાની ઘટના સામે પૂર્વ વન મંત્રી, ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અનેભારતીય જનતા પાર્ટી આદિવાસી મોર્ચા ના રાષ્ટ્રીય કાર્યકારીણી અધ્યક્ષ મોતીસિંહ વસાવાની પ્રતિક્રિયા સામે આવીછે. જેમણે જિલ્લા પ્રમુખને રજુઆત કરી અપમાન કરનારા કાર્યકરો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરતા નર્મદાના રાજકારણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
નર્મદાના નાંદોદ વિધાનસભાની ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ માટે રાજપીપલા ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે સામાન્યમાં સામાન્ય કાર્યકર ધારાસભ્યનું અપમાન કરે છે, નાનામાં નાના કાર્યકરો મારી સામે જોઈને મારી હાસી ઉડાવે છે.આં મારું અપમાન નથી પણ ભાજપનાં ધારાસભ્ય નું અપમાન છે.એમ કહી ભાજપ નાં કાર્યકરો ઉપર રોષ ઠાલવ્યો હતો.જે મુદ્દો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે
આ ઘટના પછી સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલની પ્રતિક્રિયા સામે આવી હતી. હવે આ રાજકીય મુદ્દો વધુ જોર પકડતો જાય છે.જેનાં ઘેરા પ્રત્યાઘાતો નર્મદાના રાજકારણમાં પડી રહ્યાં છે ત્યારેદર્શનાબેન ના સમર્થનમાં પૂર્વ વન મંત્રી, ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટી આદિવાસી મોર્ચા ના રાષ્ટ્રીય કાર્યકારીણી અધ્યક્ષ મોતીસિંહ વસાવાની વધુ એક પ્રતિક્રિયા સામે આવીછે..
મોતીસિંહ વસાવાએ એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે મેં પણ સોશિયલ મીડિયામાં અને કેટલાક ન્યુઝ ચેનલમાં આ સમાચાર જાણ્યા છે. ખરેખર આ ખૂબજ દુઃખદ બાબત છે. ધારાસભ્ય એ જન પ્રતિનિધિ છે.લોકોએ ચૂંટીને મોકલ્યા હોય એવા જન પ્રતિનિધિનું પાર્ટીના જ કાર્યકર્તાઑ વારંવાર અપમાનિત કરતા હોય તો એ કોઈપણ કાર્યકર માટે વ્યાજબી ના કહેવાય. અને એને જરાયે સાખી નહીં લેવાય.આ બાબતે મેં જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલને પણ મેં વાત કરી છે કે આવા કાર્યકર્તાઓ સાથે પાર્ટીની સંકલન સમિતિ બોલાવીને કડકમાં કડક પગલાં ભરવા જોઈએ.જેથી કરીને જન પ્રતિનિધિઓ સાથે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ જોડાયેલા છે એ લોકો જનપ્રતિનિધિઓનું અપમાન ના કરે. એમણે એમની સાથે સાથે મળીને કામ કરવું જોઈએ.દર્શનાબેન સાથે જે ઘટના બની છે એ બાબતને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું.
ભારતીય જનતાપાર્ટી ખરેખરતો નાનામાં નાના કાર્યકરો અને વડીલોથી ઊભી થયેલી પાર્ટી છે.અને ખાસ તો મહત્વનું એ છે કે ડો. દર્શનાબેન દેશમુખના પિતાજી સ્વ. ચંદુભાઈ દેશમુખ કે જેઓ પણ ભરૂચના સાંસદ રહી ચૂક્યા છે. તેમણે પણ ભારતીય જનતા પાર્ટીને મોટી કરવાઅને ઉભી કરવા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. એ કોઈ પણ દિવસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ભૂલવું ના જોઈએ.
આવા કાર્યકર્તાઓને ક્યાંય પણ ચલાવી ન લેવા જોઈએ. આવું ઘણીવાર મારી સાથે પણ બન્યું છે. છતાં પણ અમે આ બધું સહન કરીને કાર્યકર્તાઓને સાથે લઈને ચાલીએ છીએ. અને આવી વાત પાર્ટી ફોરમમાં કરવી જોઈએ. અને એ રીતે પાર્ટીના જિલ્લા કક્ષાના આગેવાનોએ આવા કાર્યકર્તાઓ સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને ધારાસભ્ય એ જન પ્રતિનિધિ છે એને માનસન્માન આપણે આપવું જોઈએએવું હું પોતે માનું છું.
આ પ્રતિક્રિયા પછી નર્મદાના રાજકારણ રાજકીય ગરમાવો આવી ગયો છે
લોકસભાની ચૂંટણી ટાણે ભાજપા શરૂ થયેલો આંતરિક ખટરાગ ક્યાં જઈને અટકશે એ વિષય હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા