ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એચ.એ.કોમર્સ સર્કલના નેજા હેઠળ “ઇન્ડિયન બજેટ-૨૦૨૫” વિષય ઉપર વક્તવ્ય યોજવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે દેશની પ્રગતી તથા નાગરીકોની સવલોતોનો આધાર આપણા બજેટ ઉપર આધારીત છે. દેશના છેવાડાના વ્યક્તીને રોટી, કપડા, મકાન, હોસ્પીટલ તથા શિક્ષણની સવલતો મળે તે જરૂરી છે. રાષ્ટ્રીય સ્તરે કરવેરાના નિર્ણયો તથા પ્રજાની સવલતોનું આયોજન થાય છે. કોલેજના પ્રા.પંકજ રાવલે ઇન્કમટેક્ષ, જીએસટી તથા અન્ય વેરાઓ વીશે વિસ્તૃત ચર્ચા કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ પણ ભારતીય બજેટ ઉપર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતુ. એચ.એ.કોમર્સ સર્કલના કોઓર્ડીનેટર પ્રા.જય મિસ્ત્રીએ કાર્યક્રમનું સંચાલન, આયોજન તથા અંતમાં આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
Related Posts
માતાએ બે પુત્રીની હત્યા બાદ કર્યો આપઘાતનો પ્રયાસ
- Tej Gujarati
- July 11, 2023
- 0
એચ.એ.કોલેજમાં ફેમાની ઉપયોગીતા વિશે વર્કશોપ યોજાઈ ગયો.
- Tej Gujarati
- March 15, 2024
- 0