એચ. એ. કોલેજના અમેરીકા સ્થિત પૂર્વ વિદ્યાર્થી ધ્વારા સંગીતનો વર્કશોપ યોજાયો.


ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ ધ્વારા સંગીત સંદર્ભે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં તજજ્ઞ તરીકે ૧૯૭૧માં બી.કોમ કરેલા એચ.એ.કોલેજના પૂર્વ વિદ્યાર્થી અમેરીકા સ્થિત સંગીતજ્ઞ કીર્તીકર ઠાકરે વિદ્યાર્થીઓને મહત્વની ટીપ્સ આપી હતી. અમેરીકામાં યોજાયેલ જાહેર સંગીતના કાર્યક્રમોમાં કીર્તીકર ઠાકરે ઝાકીર હુસેન, પંડીત રવિશંકર, કિશોરકુમાર વિગેરે સાથે સ્ટેજ શો કરેલા છે. આ વર્કશોપમાં હાર્મોનિયમ તથા તબલા કેવી રીતે વગાડવા, તેની થીયરી તથા પ્રેકટીકલ નોલેજ આપીને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પોતાના પ્રતિભાવમાં કહ્યું હતુ કે કોલેજના પૂર્વ વિદ્યાર્થી ધ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને સંગીતની અદ્દભુત માહિતી આપી હતી. કીર્તીકર ઠાકરના પત્નીએ પણ હિન્દી ફીલ્મના ગીતો રજૂ કરીને વિદ્યાર્થીઓને મનોરંજન પુરૂ પાડ્યુ હતુ. આ વર્કશોપના અંતે કીર્તીકર ઠાકર તથા તેમના વૃંદ ધ્વારા હિન્દી તથા ગુજરાતી ફીલ્મના ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રા.મહેશ સોનારાએ કર્યું હતુ. કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા પણ ગીતો રજૂ થયા હતા. આ વર્કશોપમાં ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *