એક એવો ધન્ય અવસર ….- બીના પટેલ.

પદ્મશ્રી , વિષ્ણુભાઈના 2 અને તેઓની સ્વ. પત્નીના 1 પુસ્તકનું એમ કુલ 3 પુસ્તકોનું વિમોચન ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના શુભ હસ્તે તારીખ-26/11/2023ના રોજ સાંજે 5 વાગે રાજભવન ખાતે કરવામાં આવ્યું. આ શુભ અવસર પર મને આ પ્રંસગે હાજર રહેવાનો મોકો મળ્યો … એ મારા માટે ખુબ ખુશી અને ગૌરવ વાત છે. વિષ્ણુભાઈ જેવા મહાન સાહિત્યકાર , ઇતિહાસસંશોધક અને પત્રકારત્વની દુનિયાના મોભી … ના પુસ્તકો ….ક્રાંતિકી ખોજમે -હિન્દી ભાષામાં ,ક્રાંતિ પથ પર પ્રણયના ફૂલ -ગુજરાતી ભાષામાં તેમજ તેઓનાં સ્વર્ગસ્થ. પત્ની શ્રીમતી – આરતીબહેન પંડ્યાનું પુસ્તક -સંસ્કૃત સાહિત્યનું તેજકિરણ ગુજરાતી ભાષામાં ,આ 3 પુસ્તકોનું વિમોચન રાજભવન ખાતે કરવામાં આવ્યું.
આપ શ્રી આવી રીતે લેખનકાર્યમાં વધુને વધુ કીર્તિમાન સ્થાપિત કરતા રહો અને ખુબ યશસ્વી બનો એવી શ્રી .વિષ્ણુભાઈને મારા અંતરથી શુભકામનાઓ.
આ યાદગાર પ્રસંગના સાક્ષી બનવાનું મને સૌભાગ્ય મળ્યું એ બદલ શ્રી ગુરુમિત્ર- વિષ્ણુભાઈનો ખુબ ખુબ આભાર .આ પ્રસંગે હાજર રહેલાં …ર્ડો- અમીબહેન . ર્ડો – વિજયભાઈ ,ર્ડો -દર્શનભાઈ ,ર્ડો .નીતિનભાઈ તમામે શ્રી વિષ્ણુભાઈને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી.
સહજ અને સરળ વ્યક્તિત્વ ધરાવતાં રાજ્યપાલ શ્રી.ને મેં મારા થોડા સમય પહેલાં પ્રકાશિત થયેલા કાવ્યસંગ્રહો “સંવેદનાની સફર “અને “વો હી પુરાની રંજીશે “અર્પણ કર્યા .તેઓએ પ્રેમ પૂર્વક સ્વીકારી મને અભિનંદન પાઠવ્યા. મારા માટે રાજ્યપાલ શ્રીના શબ્દો …”એસે હી લિખતે રહે ઓર આગે બઢતે રહે “શબ્દો પ્રેરકબળ બનીને રહેશે.
બીના પટેલ
26/11/2023
રવિવાર .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *