દ્વારકાનગરી પ્રાચીન તીર્થધામ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત વિશેષ સમાચાર

દ્વારકાનગરી તીર્થધામ તરીકે ધણી પ્રાચીન છે. કુશસ્થલી, દ્વારાવતી, ઉષામંડળ, ઓખામંડળ જેવા પ્રાચીન નામો હતાં. વર્તમાન દ્વારકા – દર્શન પછી આ વૈભવશાળી અને સંસ્કારી નગરીનું પ્રાચીન સ્વરૂપ – કૃષ્ણની દ્વારકા – કેવું હશે તે જાણવાની જીજ્ઞાસા એ સ્વાભાવિક છે.

આ માટે આપણી પાસે સાહિત્યિક અને પુરાવશેષીય સાધન સામગ્રી ઉપલબ્ધ છે, જેના આધારે અનેક વિદ્વાનો અને સંશોધકોએ આ નગરીનું અધ્યયન સંશોધન કર્યુ છે. જેના

પરિણામે જીજ્ઞાસુવૃતિથી મનમાં એમ થાય કે કૃષ્ણની ‘સુર્વણ દ્વારકા’ કેવી હશે? એમના પરમ ભક્તો દ્વારા વર્ણવાયેલ તથા પૌરાણિક કથાનકોમાં આપેલા વર્ણનો એટલાં સચોટ અને કાવ્યાત્મક છે કે, આપણે જાણે એ સુવર્ણનગરીમાં મહાલતાં હોઈએ એવો અનુભવ થાય છે.

હાલના દ્વારકાધીશના ત્રિલોકસુંદર મંદિરની બાંધણી ૧૨મા સૈકાનાં સોલંકીયુગી મંદિરોને મળતી છે. દ્વારકાધીશનું મંદિર બવળા કોટથી રક્ષાયેલ છે. આ કોટને સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર નામે બે દરવાજા છે. આ મંદિરનો સભામંડપ ભદ્રક શ્રેણીના સ્તંભો ઉપર રચાયેલી છે. ગર્ભગૃહમાં કાળા આરસમાં કંડારેલ દ્વારકાધીશની અનુપમ મૂર્તિના દર્શન થાય છે.

આ પ્રતિમા વિષ્ણુનાં ચોવીસ સ્વરૂપો પૈકી સાતમા અવતાર ત્રિવિક્રમની છે. સભામંડપને પાંચ મજલા છે. મંડપના ચારે મજાની ચોમેર કોતરાયેલાં કક્ષાના બહારના ભાગેથી કેતકી પત્રના સુશોભનથી શણગારેલા છે. સભામંડપનાં સમારણ ઉપરનાં અંડકોને ભક્તજનો લાડવા દેરાનાં વહાલસોયા નામથી સંબોધે છે. દ્વારકાધીશની સેવા, પૂજા અર્ચના ગૂગળી બ્રાહ્મણ કરે છે. અકબરના સમયમાં રઝ્મનામા ગ્રંથમાં સુવર્ણનગરી દ્વારકાનું ભવ્ય ચિત્ર આપેલ છે. પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા-સંકલન દિલીપ ઠાકર.

TejGujarati
 • 27
 •  
 •  
 •  
 •  
 •  
  27
  Shares
 • 27
  Shares