સરકારી વિનયન અને વાણિજય કોલેજ, નેત્રંગના પ્રાધ્યાપક ડૉ. જસવંત રાઠોડને
યુનિક ટીચર્સ ફેલીસીએશન એવોર્ડ -2023થી સન્માનિત કરાયા
રાજપીપલા, તા.29
“ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ “એ
શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે કાર્ય કરતી દેશની એક ખ્યાતનામ સંસ્થા છે. આ સંસ્થા દ્વારા શિક્ષણ અને સમાજ સેવા માટે ના અનેક પ્રકલ્પો થાય છે. આ સંસ્થા દ્વારા અત્રેની સરકારી વિનયન અને વાણિજય કોલેજ, નેત્રંગ, જી. ભરુચના અંગ્રેજી વિષયના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. જસવંત રાઠોડને તેમના શિક્ષણ અને સંશોધનોને ધ્યાને લઈ તેમનેયુનિક ટીચર્સ ફેલીસીએશન એવોર્ડ -2023થી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ તા. 23-09-2023ના રોજ વલ્લભ વિદ્યાનગર , આણંદ ખાતે યોજાયો હતો જેમાં ISTD દ્વારા રાજ્યના વિવિધ શિક્ષકો તેમજ પ્રાધ્યાપકોને એવાર્ડ આપી તેમનું સમ્માન કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી વિનયન અને વાણિજય કોલેજ, નેત્રંગ, જી. ભરુચના અંગ્રેજી વિષયના મદદનીશ પ્રા. ડૉ. જસવંત રાઠોડ ના સાહિત્યિક સંશોધનો માટે જાણીતા છે. તેમણે કોરોના સમય દરમિયાન સૌથી વધારે વેબિનારનું સફળ આયોજન કરી ને સરકારી વિનયન અને વાણિજય કોલેજ, નેત્રંગને એક આગવી ઓળખ અપાવી હતી.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા