Big Breaking News Narmada :
સેલંબા ગામે આજે બજરંગ દળે યોજેલી શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો, આગચંપીનો બનાવ
દુકાનોની તોડફોડ અને આગચંપીથી તણાવ
ઘટના સ્થળે પોલીસ કુમક ખડકી દેવાઈ
એસપી અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાંતિની અપીલ કરી
ચૈતર વસાવાએ જવાબદારો સામે કડક પગલાંની કરી માંગ
હાલ પરિસ્થિતિ કાબુમાં,
શૌર્ય યાત્રા યાત્રા નીકળી
સેલંબા ગામે ફ્લેગમાર્ગ યોજાઈ
રાજપીપલા, તા.20
નર્મદાના સાગબારા તાલુકાના
સેલંબા ગામે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા કુઈદાથી સેલંબા ગામમા પ્રવેશી હતી ત્યારે આ યાત્રા દરમ્યાન પથ્થરમારાંની ઘટના ઘટી હતી. મામલો બીચકતા બે ટોળાં સામ સામે આવી જતાં સામ સામો પથ્થરમારો થતાં દુકાનોમાં આગ લગાડવામાં આવી હતી. અને દુકાનોની તોડફોડ કરવામાં આવતા માહોલ ગરમાયો હતો.
આ ઘટનામાં કેટલાક ઈસમો ઘવાયા છે જેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
જોકે આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ઘટના સ્થળે પહોચી ગયા હતાં.અને મોટી પોલીસ કુમક ખડકી દેવાઈ હતી. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં અને નિયંત્રણ હેઠળ છે. પોલીસે શાંતિની અપીલ કરી છે
તો બીજી તરફ
આ ઘટનાની જાણ થતાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.અને લોકોને મળ્યાં છે.એ તમામ લોકોને શાંતિની અપીલ કરી છે. સાથે સાથે વહીવટી તંત્રપ્રાંત અધિકારી પોલીસ તંત્ર તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે
આટલી મોટી ઘટના જે બની છે તેની પાછળ જે પૂર્વયોજિત કાવતરું હોય એવું અમને લાગી રહ્યું છે. તે માટે જે પણ લોકો જવાબદાર હોય તેમની સામે પોલીસ તંત્ર કડક સાથે પગલાલે. અને ભવિષ્ય માં આવી ઘટના ફરી ન બને એવી અમારી માંગ છે.સાથે તમામ લોકોને પોતાના ઘરમાં રહેવા અને શાંતિ રાખવાની અપીલ પણ કરી છે.
તો બીજી તરફ નર્મદા પોલીસે પણ જણાવ્યું છે કે
.નર્મદા જીલ્લાના સેલંબા ટાઉનમાં નીકળેલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારાઅ શોર્યયાત્રા દરમ્યાન બનેલ બનાવ હાલ સંપુર્ણ કાબુમાં છે. જીલ્લાના પોલીસ વડા તથા જીલ્લાની તમામ બ્રાંચોની પોલીસ હાજર છે. પરિસ્થિતી છેલ્લા બે કલાકથી સંપુર્ણ કાબુમાં છે,. હાલ સેલંબા ટાઉનમાં શાંતી છે. પોલીસનું ફ્લેગ માર્ચ ચાલુ છે. શોર્યયાત્રા ફરીથી શાંતિપુર્ણ રીતે પસાર થઇ ગયેલ છે. બનેલ બનાવ બાબતે સંડોવાયેલ ઇસમોને રાઉન્ડ અપ કરવાની તથા કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ગુના દાખલ કરવાની તજવીજ ચાલુ હોવાનું જણાવ્યું છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા