પોઇચા નીલકંઠ ધામ મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપીત કર્યો.

પોઇચા નીલકંઠ ધામ મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપીત કર્યો.


400 કિલો વજનના ત્રણ પ્રકારના તાજા ફૂલોનો હાર મન્દિરના ગુમ્બજ પર અર્પિત કરાયો

વડોદરાથી તાજા ફૂલો મંગાવી 8 કલાકની મહેનતથી 50 થી વધુ કારીગરો દ્વારા ફૂલમાળા તૈયાર કરાઈ

રાજસ્થાની જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં વિશ્વના સૌથી લાંબા ફૂલોના હારનો વર્લ્ડ રેકોર્ડ બન્યો

રાજપીપલા, તા.27

આજે નર્મદાના પોઇચા ખાતે આવેલ વિશ્વપ્રસિદ્ધ ગુજરાતના નીલકંઠ ધામ સ્વામિનારાયણ મન્દિર ખાતે રાજસ્થાન જનમંચના ઉપક્રમે મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરી લિમ્કા બુક ઓફ રેકોર્ડનોંધાવીઆજે નવો વિશ્વ કીર્તિમાન સ્થાપીત કર્યો હતો

રાજસ્થાની જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં વિશ્વના સૌથી લાંબા ફૂલોના હારનો વર્લ્ડ રેકોર્ડ બનાવતા કૈલાસ સોનીએ જણાવ્યું હતું કે અગાઉ અમે આ માળાની લંબાઈ 130 ફૂટ અને તેનું વજન 31 કિલો 450 ગ્રામ હતું.આ માળા માં વિવિધ જાત ના ફૂલો લગાવવામાં આવ્યા હતા.તેનો રેકોર્ડ તોડી નવો કીર્તિમાન સ્થાપીત કર્યો છે

આજે અમે પોઇચા નીલકંઠ ધામ મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપીત કર્યોછે.જેમાં 400 કિલોવજનના ત્રણ પ્રકારના તાજા ફૂલોનો હાર મન્દિરના ગુમ્બજ પર અર્પિત કરાયોછે

વડોદરાના પ્રખ્યાત ફૂલોના કુશળ 50થી વધુ કારીગરો દ્વારા આ ખાસ ફૂલોનો હાર બનાવવામાં આવ્યો છે.
400 કિલોથી વધુ વજનના સફેદ, પીળા અને કેસરી ગલગોટાના ફૂલો સાથે આસોપાલવના લીલા તોરણ સાથે તિરંગાના રંગે રંગાઈ 1008ફીટની ફૂલોની માળા સાધુ સંતોની અને ભક્તોની ઉપસ્થિતીમાં મંદિર ના ગુંબજ પર ફુલમાળા અર્પણ કરી આજે નવો વિશ્વ કીર્તિમાન સ્થાપ્યાનો આનંદ છે.

આજે અમે આશ્રમના સ્વામિ સંતો , સેંકડો ભક્તો, જનપ્રતિનિધિઓ, વિવિધ સમાજના અને સામાન્ય લોકો તેમના હાથમાં વિશાળ લાંબી ફૂલોની માળાહાથમા લઈને અર્પણ કરીછે

મંદિર સંચાલક અર્જુન ભગતે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે આજે વિશ્વપ્રસિદ્ધ ભગવાન સ્વામિનારાયણ મન્દિરના પ્રાંગણમાં આજે 1008ફૂટ લાંબી ફૂલમાળા મન્દિર ના ગુમ્બજ પર અર્પણ કરાઇ એનો આનંદ છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *