દાદા ગુરુ મહારાજ તેમના ભક્તો સાથે નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર માં ચાલી ગુજરાતમાં પ્રવેશ
ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે રાત્રી રોકાણ કર્યું
સવારે ત્યાંથી આગળ પરિક્રમા માર્ગ પર પગપાળા ચાલતા નીકળ્યા
રાજપીપલા, તા 5
છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર નર્મદાનું જળ પીને જીવી અત્યંત કઠોર તપસ્યા કરતા
દાદા ગુરુ મહારાજ તેમના ભક્તો સાથે નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે.મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચાલી હાલ ગુજરાતમાં પ્રવેશ કરી ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામેઆવી પહોંચ્યા હતા મરાત્રી રોકાણ કરી
સવારે ત્યાંથી આગળ પરિક્રમા માર્ગ પર પગપાળા ચાલતા નીકળ્યાહતા.
માં નર્મદાની 3500 કિમી લાંબી મધ્યપ્રદેશના અમરકંટક થી સરું થતી પરિક્રમા નો પ્રારંભ કારતક સુદ એકાદશી થી થાય છે. હાલ નર્મદા કિનારે નર્મદા પરિક્રમાવાસી ની ભીડ જોવા મળે છે. અમરકંટક થી ગુજરાતના ભરૂચના અખાતને પાર કરી પુનઃ અમરકંટક જઈ ઓમકારેશ્વર મહાદેવ બે નર્મદા જળ ચઢાવી આં ત્રણ થી ચાર મહિનો ચાલનારી મોટી નર્મદા પરિક્રમા છે.
મધ્યપ્રદેશમાં આશ્રમ ધરાવતા અને માટે નર્મદા જળ પર કેટલાય વર્ષોથી જીવતા દાદા ગુરુ મહારાજ અને તેમના ભક્તો સાથે આં નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર માં ચાલી ગુજરાત માં ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે રાત્રી રોકાણ કર્યું હતું અને સવારે ત્યાંથી આગળ પરિક્રમા માર્ગ પર પગપાળા ચાલતા નીકળ્યા છે..
દાદા ગુરુ મહારાજ એક અનોખા સાધુ છે જેમણે નર્મદા નદીના જળ પર જીવન જીવવાનું નક્કી કર્યું છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર નર્મદાનું જળ પીને જીવી રહ્યા છે. આ એક અત્યંત કઠોર તપસ્યા છે જેણે દેશભરમાં અને વિશ્વભરમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. દાદા ગુરુ મહારાજ નર્મદાને માતા માને છે. અને માને છે કે નર્મદાનું જળ જીવનદાયી છે. તેઓ નર્મદાની પવિત્રતા અને શક્તિમાં માને છે અને તેમની તપસ્યા દ્વારા આની પ્રતીતિ કરાવવા માંગે છે.નર્મદા નદીના પાણીને શુદ્ધ રાખવા અને તેના સંરક્ષણ માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ માને છે કે નર્મદાનું પાણી દૂષિત થઈ રહ્યું છે અને આપણે તેને બચાવવા માટે કંઈક કરવું જોઈએ.દાદા ગુરુ મહારાજની તપસ્યાએ સમાજ પર ઘણી અસર કરી છે. નેતાઓ, ઉધોગપતિઓ,અને લોકો તેમને સંત માને છે.તેમની પૂજા કરે છે.
ત્યારે આવા તપસ્વી સાધુ જ્યારે પગપાળા 30 થી 40 કિમી રોજના ચાલતા હોય જરા પણ થાક્યા વગર માત્ર થોડું નર્મદા જળ પીવે અને કહે છે. કે વાયુ ખાઈ ને જીવી રહ્યો છું.પાણી નામ માત્ર નું પી લવ છું..આવા તપસ્વી સાધુના દર્શન કરવા ભક્તો પરિક્રમા માર્ગ પર તેમની સાથે ચાલતા જોવા મળ્યા હતાં