રાજપીપળા હરસિધ્ધિ મંદિર પાસે રાત્રે ડિવાઇડર પર ફોરવીલ ગાડી ચડી જતા ગાડીને નુકસાન
અકસ્માત નિવારવા તંત્ર બોર્ડ મૂકે તેવી માંગ
સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાનો રસ્તો હોઈ પ્રવાસીઓ માટે જોખમ
રાજપીપલા, તા 4
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારથી મોટી માત્રામાં પ્રવાસીઓ આવતા હોય છે પ્રવાસીઓ રાજપીપળા લઇને જતા હોય છે ત્યારે રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિર પાસે રોડ બનાવવામાં આવ્યો છે ત્યાં ડિવાઈડર પણ બનાવવામાં આવ્યું છે તેમાં કોઈપણ પ્રકારની લાઈટ મૂકવામાં આવી નથી અંધારાને લઈને કેટલીક વાર ડિવાઈડર ઉપર ગાડીઓ ચડી જતી હોય છે અને આ બનાવ વારંવાર બનતા રહે છે છતાં પણ રોડ સેફ્ટી તંત્ર જાણે ઘોંર નિંદામાં હોય તેમ જણાય છે મોડી રાત્રે એક ફોરવીલ ચાલક પોતાની ગાડી લઈને જતો હતો ત્યારે રાત્રિના સમયે ડીવાઇડર પર ગાડી ચડી જતા તેની ગાડીને મોટું નુકસાન થયું હતું ફોરવીલ ચાલકનો આબાદ બચાવ થયો હતો
અકસ્માત નિવારવા તંત્ર બોર્ડ મૂકે તેવી માંગ થઈ હતી
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા