*પ્રચાર માધ્યમોમાં પ્રસાદની ગુણવત્તાને લઈ વહેતા થયેલા સમાચારો સંદર્ભે મંદિર ટ્રસ્ટે કરી સ્પષ્ટતા*

*અખબારી યાદી*

*અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં માઇ ભક્તોને ગુણવત્તાયુક્ત પ્રસાદ આપવામાં આવ્યો*
******
*પ્રચાર માધ્યમોમાં પ્રસાદની ગુણવત્તાને લઈ વહેતા થયેલા સમાચારો સંદર્ભે મંદિર ટ્રસ્ટે કરી સ્પષ્ટતા*
******

શક્તિપીઠ અંબાજી ખાતે તા.23 થી 29 સપ્ટેમ્બર, 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત થયો હતો. જેમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે આયોજન કરાયેલ હતું. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવે છે. આ જથ્થામાંથી 28 ઓગષ્ટ, 2023 ના રોજ કેટલાંક સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જે 15 સપ્ટેમ્બર, 2023 ના રોજ આવેલ પરિણામોમાં ફેલ થયા હતાં. તેથી, ઘીના આ સમગ્ર જથ્થાને બાકાત કરવામાં આવ્યો હતો અને એનો પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ બનાસ ડેરીમાંથી ઘી લાવીને તેનો પ્રસાદમાં ઉપયોગ થયો હતો.

ભાદરવી પૂનમના મહામેળામાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને એમની ટીમ શ્રદ્ધાળુઓને ગુણવત્તાસભર પ્રસાદ મળી રહે એ માટે એજન્સી પર સતત દેખરેખ રાખતી હતી. આમ, મેળા દરમિયાન ભક્તોને સારી ક્વોલિટીનો પ્રસાદ મળી રહે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. ઘીના જે સેમ્પલ ફેલ થયા છે એ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ અંબાજી મંદિર ટ્રસ્ટ ઓથોરિટીએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *