ગાલા ડિનર સાથે ગ્રુપ ડાન્સ પાર્ટીમાં માણી મોજ માણતા પ્રવાસીએ 2023ને આપી વિદાય.

કેવડીયા એકતા નગરમાં નવા વર્ષની પ્રવાસીઓ ડાન્સ ડિનર સાથે ઉજવણીકરી નવા વર્ષને આવકાર્યું.

ગાલા ડિનર સાથે ગ્રુપ ડાન્સ પાર્ટીમાં માણી મોજ માણતા પ્રવાસીએ 2023ને આપી વિદાય.

કેવડીયા એકતાનગરના ધી ફર્ન હોટેલમાં શાનદાર થયું આયોજન

2023 ને બાયબાય અને 2024 ને વેલકમ કર્યું

લોકો એ ડાન્સ અને કેક કાપી કરી ઉજવણી


રાજપીપલા, તા 1

31 ડીસેમ્બરની ઉજવણી એટલેકે વીતેલા વર્ષને ભૂલી નવા વર્ષને આવકારવાનો દિવસ. 31મી ડિસેમ્બર ની ઉજવણી માટેનું પ્રવાસીઓનું ફેવરિટ ડેસ્ટીનેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી બનીરહ્યું.એકતાનગરના ધી ફર્ન હોટેલમાં શાનદાર આયોજન કરાયું હતું.લોકોએ ડાન્સ અને કેક કાપી ઉજવણીકરી હતી.

એકતાનગર ખાતે ડાન્સ ડિનરની પાર્ટી સાથે પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતાં , ક્રુઝ બોટ પર ખાસ પ્રવાસીઓ માટે ડાન્સનું આયોજન કરતા પ્રવાસીઓ મન મૂકીને ડાન્સ ની મઝા માણી વિદાય લેતા વર્ષને ગુડબાય કરી નવા વર્ષ 2024ને આવકાર્યુ હતું.એકતાનગર ખાતે નાની મોટી તમામ હોટેલો ફાર્મ હાઉસ હાઉસ ફૂલ થઇ ગયા હતાં બધાએ એડવાન્સ બુકીંગ કરાવી રાખ્યું હતું.

લોકો પહેલાં ડિસ્કો ક્લબમાં જવાનો આગ્રહ રાખતા હતાં પરંતુ હવે જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી ગુજરાત નહિ પરંતુ ગુજરાત બહાર ના લોકો પણ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પસન્દ કરી રહ્યા છે.હવે ખાસ લોકોનું આકર્ષણ ક્રુઝ બોટ બની છે.આમ તો ક્રુઝ ની મજા માળવા લોકો ગોવા જતા હોય છે પણ હવે એકતાનગર માજ ક્રુઝ બોટ ની મજા માળી રહ્યા છે. આજે મોટી સંખ્યા માં ક્રુઝ બોટ માં પ્રવાસીઓ આવ્યા અને ડીજે ના તાલ પરડાન્સ કરતા જોવા મળ્યાં હતાં.

પ્રવાસીઓ એ જણાવ્યું કે આજે 2023 બાયબાય અને 2024 ને આવકારવા અમે ક્રુઝ માં ફરવા આવ્યાછીએ.જે મજા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી રાત્રી માં જે નજારો છે એ ક્રુઝ માં જ છે એટલે હવે લોકો ક્રુઝ માં મજા માળી રહ્યા છે

2023 એકતાનગર માટે સફળ રહ્યુંહતું. 31 ડીસેમ્બર 2023 સુધી ના આંકડા sou સત્તા મંડળે જાહેર કરેલા આંકડા મુજબ 2023 માં એકજ વર્ષ માં – 51,18,955 પ્રવાસીઓ આવ્યા હતાં.2018 માં લોકર્પણ કર્યા બાદ 5 વર્ષ માં પ્રથમવાર રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ નોંધાયા હતા.છેલ્લા 5 વર્ષ માં 1 કરોડ 80 લાખ પ્રવાસીઓ sou પર આવ્યાછે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *