નર્મદાના ઉંમરવા ગામના બળાત્કાર કેસમાં આરોપીને
૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ
એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો
રાજપીપલા, તા 2
નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ કોર્ટમાં ચાલેલ
પોકસો કેસ ના કામના આરોપીનરેન્દ્રભાઈ ઉર્ફે ભયજી ખોડાભાઈ વસાવા
રહે.ઉમરવા ટાંકી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદાને ઈ.પી.કો. કલમ ૩૭૬(૨)(જે)(એન)(૩)
તથા પોકસો અધિનિયમ કલમ-૪,૬ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે વકીલ જીતેન્દ્રસિંહ
જે.ગોહિલ ની ધારદાર દલીલો નામ.અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર એડી.સેસન્સ જજ
એન.એસ.સીદીકી સાહેબે આરોપીનરેન્દ્રભાઈ ઉર્ફે ભયજી વસાવાને કલમ-૩૭૬(૨),(જે),(એન),(૩) મુજબના ગુના
કામે ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦૦૦/– ના દંડની સજા દંડની સજાનો હુકમ ફરમાવેલ છે.
પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે ભોગ બનનાર ગયા વર્ષ ઉતરાયણપછી પોતાના ધરે
ખાટલમાં સુતા સુતા ટી.વી જોઈતી હતી ત્યારે આરોપી ભોગબનનારના સગા વાડાનો દિકરો થતો હોય તે આવી ભોગબનનારને તેનો ભાઈ કિરણ કયાં છે.?તેમ પુછતા ભોગબનનાર દ્રારા પોતાનો
ભાઈ કિરણ બહાર ગયેલ હોવાનું જણાવતા આરોપી ધ૨માં જઈ ભોગબનનાર સાથે ખાટલા ઉપર
બેસી ટી.વી.જોવા લાગેલો અને ટી.વી. જોતાં જોતાં આરોપી દ્નારા ભોગબનનારના કપડા કાઢવા
લાગતાં ભોગબનનાર દ્રારા નરેન્દ્રભાઈ આવું કેમ કરો છો?તેમ કહી આવું નહી કરવાનું તેમ કહેવા
છતાં ભોગબનનારના કપડા કાઢી સગીરવયની ભોગ બનનાર સાથે બળજબરીથી શરીર સંબંધ
બાંધી આ વાતની જાણ કોઈને નહી કરવા જણાવી ત્યાર બાદ લોકડાઉનના વખતે આરોપી ધરેરહેતો હોઈ અને ભોગબનનાર ધરે એકલી હોય મોકો જોઈ ભોગબનનાર સાથે તેણીની મરજીવિરુધ્ધમાં અવાર નવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી આ વાતની જાણ તું કોઈને
કરીશ તો આપી બદનામી થશે તેમ કહી ભોગબનનારને પ્રેગ્નેન્ટ બનાવી તા.૨/૨/૨૧ના રોજ
ભોગબનનારને શિશુ(બાબા)ને જન્મ આપ્યો.
આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકીની
કોર્ટમાં ચાલી ગયો હતો. ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે
ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો
તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા
તથા રૂ.૫૦૦૦|– ના દંડની સજા દંડની સજાનો હુકમ આજરોજ ફ૨માવેલ છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા