દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેર હાજરીમાં તેમના ધર્મ પત્ની વર્ષાબેને પ્રજાના કામો શરૂ કર્યાં
દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાં રહીને પ્રજાના કામો કરવા આપી રહ્યાં છે સૂચના
પ્રજાના કામો શરૂ કરવા
જેલની બહાર ધારાસભ્યની ગેરહાજરીમાં પત્નીએ વર્ષાબેને નિભાવી ફરજ
કુટિલપાડા ગામે ગરીબ પરિવારનું ઘર આગમાં બળી જતા ધારાસભ્ય ચૈતર વસાવા ના ધર્મ પત્ની વર્ષાબેન વસાવા મદદે પહોંચ્યા
ચૈતર વસાવાની ગેરહાજરીમાં પ્રજાનો કામો કેવી રીતે કરવા
ચૈતર વસાવાનું કાર્યકરોને માર્ગદર્શન
ચૈતર વસાવાની ગેરહાજરીમાં શરૂ કરાયેલા કામોની લોકસભાંની ચૂંટણી પર કેવી પડશે અસર?
રાજપીપલા, તા 22
દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ રાજપીપલાની જેલમાં છે. ક્યારે જેલની બહાર આવે તે નક્કી નથી ત્યારેજેલમાં રહીને પ્રજાના કામો અટકી ના પડે, કાર્યકરો નિરાશ ના થાય, લોકસભાની ચૂંટણી પર ચૈતર વસાવાને રાજકીય નુકશાન ન થાય તે માટે જેલમાં રહીને પ્રજાના કામો કરવા જણાવ્યું છે ત્યારે દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેર હાજરીમાં તેમના ધર્મ પત્ની વર્ષાબેન વસાવા કુટિલપાડા ગામે ગરીબ પરિવારનું ઘર આગમાં બળીઅસરગ્રસ્ત પરિવારની મદદે પહોંચી ગયા હતાં. અને ઘરવખરીનો સામાન, ચીજ વસ્તુઓ ની મદદ કરી ચૈતર વસાવાની સહાનુભૂતિ મેળવી હતી.
દેડીયાપાડા તાલુકાના કુટિલપાડા ગામે આકસ્મિક રીતે એક ગરીબ પરિવાર નું ઘર બળી જતા ધારાસભ્ય ચૈતર વસાવા ના ધર્મ પત્ની વર્ષાબેન તથા આદિવાસી સમાજના આગેવાનો શૈલેન્દ્રસિંહ, દેવેન્દ્ર વસાવા, ગિરધનભાઈ ઉપસ્થિત રહ્યાહતાં.
જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ અનાજ કરિયાણું, વાસણો, કપડાં વગેરે પહોંચાડી ઇમરજન્સી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદવા માટે રકમ ચૂકવી ધારાસભ્ય ચૈતર વસાવા ની ગેરહાજરી ના સમયે પ્રજાના મદદે આગળ આવીને વર્ષાબેને જણાવ્યું હતું કે ચૈતરભાઈ જેલમાં હોવાથી આવી શકે એમ નથી તેથી એમની અવેજી હું તમારી
મદદે આવી છું અમે તમારા સુખ દુઃખમાં પડખે ઉભા છીએ એમ જણાવ્યું હતું..
જોકે ચૈતર વસાવાની ગેરહાજરીમાં શરૂ કરાયેલા કામોની લોકસભાંની ચૂંટણી પર કેવી અસરપડશે એ હવે જોવું રહ્યું.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા