પ્રમુખપદ માટેની યોજાયેલી ચૂંટણીમાં 10મી વખત નર્મદાબાર એસોસીએશનના પ્રમુખ તરીકે ચૂંટાતા વંદના ભટ્ટ

આજે રાજપીપલા ખાતે નર્મદાબાર એસોસીએશનના
પ્રમુખપદ માટેની યોજાયેલી ચૂંટણીમાં 10મી વખત નર્મદાબાર એસોસીએશનના
પ્રમુખ તરીકે ચૂંટાતા
વંદના ભટ્ટ

ઉપ પ્રમુખ, સેક્રેટરી તથા જોઇન્ટ સેક્રેટરીની જગ્યા
બિનહરિફ ચૂંટાયા

રાજપીપલા, તા.22


નર્મદા જિલ્લા બાર
એસોસીએશનની ચૂંટણી આજે રાજપીપલા કોર્ટ ખાતે યોજાઈ હતી. જોકે આ ચૂંટણી
પહેલાં જ ઉપ પ્રમુખ, સેક્રેટરી તથા જોઇન્ટ સેક્રેટરીની સામે કોઈ ઉમેદવારે ઉમેદવારી ન કરતા ત્રણે ઉમેદવાર
બિનહરિફ ચૂંટાયા હતાં.. જેમાં ઉપપ્રમુખ તરીકે અશ્વિન રોહિત,સેક્રેટરી તરીકે પઠાણ આદિલખાન,અને જોઈન્ટ સેક્રેટરી તરીકે ઘનશ્યામ પંચાલ, લાઈબ્રેરીયન અશરવ સોની બિન હરીફ ચૂંટાયેલા જાહેર થયાં હતાં.આજે માત્ર પ્રમુખપદ માટે મતદાન થયું હતું. જેમાં કુલ98
મતદાર સભ્યો મતદાનના અધિકારી બન્યા હતાં.

પ્રમુખ પદના ઉમેદવાર
તરીકે એડવોકેટ વંદના ભટ્ટે ઉમેદવારીનોંધાવી હતી .જેઓ છેલ્લા 9 ટર્મથી સતત જીતતા આવ્યા છે. તેમની સામે એડવોકેટ ભામિની રામીએ ઉમેદવારી નોંધાવી હતી.
આજે પહેલી વાર પ્રમુખ માટે બે મહિલા એડવોકેટ વચ્ચે જંગ ખેલાયો હતો.

જેમાં પ્રમુખપદ માટે સૌથી વધુ મત વંદનાબેન ભટ્ટને 76 મત મળ્યાં હતાં.જયારે ભામીનીબેન રામીને 22મત મળતા વંદનાબેન ભટ્ટનો દશમી વાર નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે 54મતથી વિજય થયો હતો. કુલ.. 15ગેરહાજર રહેતા કુલ98મતદારોએ મતદારોએ મતદાન કર્યું હતું.મુખ્ય
ચૂંટણી અધિકારી તરીકે એડવોકેટ એમ એસ સૈયદે સેવા આપી હતી

આ પ્રસંગે સૌ મતદારોનો આભાર માનતા 10મી વખત વિજેતા બનતા નવા બાર પ્રમુખ વંદનાભટ્ટે જણાવ્યું હતું કેદરેક પરિસ્થિતિમાં હું એડવોકેટ મિત્રોની સાથે ઉભી રહી છું.મેં કાર્યકાળ દરમ્યાન ઘણા કાર્યો કર્યાં છે. જેમકે
નવી કોર્ટ બિલ્ડીંગ પાંચ પાંચ વર્ષથી બનીને તૈયાર હતી તેનું ઉદ્ઘાટનનું કાર્યખોરંબે પડ્યું હતું તે કરાવ્યું. વકીલોને કોઈ તકલીફ હોય તો તેનો ઉકેલ લાવવાનું કામ કર્યું. સ્વચ્છતા અભિયાન નું કામ અત્યારે પણ ચાલુ છે બીજા કામો પણ આગળ કરતા રહીશું એમ જણાવી સૌનો આભાર માન્યો હતો.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *